ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ

May 30, 2026 - 20:30
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 6થી 8 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લાના કર્મચારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. કર્મચારી અગ્રણી પ્રતિકભાઈ શાહે જણાવ્યું હતું કે, "અધિકારીઓની રજૂઆત બાદ ગત 8 તારીખે જ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. છતાં, આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં નવી સિસ્ટમના બહાને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલમાં શાળાઓનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ અને ચોપડા ખરીદવા માટે કર્મચારીઓ પાસે પૈસા નથી. સામાન્ય પગાર હોવાથી બેંકો પણ લોન આપતી નથી અને અત્યાર સુધીની તમામ બચત વપરાઈ ચૂકી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0