ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતા બે યુવાનોને ઈજા

Jun 14, 2026 - 05:30
ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતા બે યુવાનોને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ટ્રાન્સફોર્મર સાથેની વીજ ડીપી(  ડબલ પોલ સ્ટ્રકચર) ધરાશયી થતા બે વ્યક્તિઓ ઈજા ગ્રસ્ત થયા હતા.

મધ્ય ગુજરાત વીજ કંપની એક તરફ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરી રહી છે ત્યારે જ આટલુ મોટુ વીજ માળખુ ધરાશયી થતા પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.મળતી વિગતો પ્રમાણે ગોત્રી વિસ્તારમાં આવેલા પોલીસ મથકથી બંસલ મોલ તરફ જતા રસ્તા પર આવેલી ડીપી ભારે પવન વચ્ચે ધરાશાયી થતા ત્યાંથી પસાર થઈ રહેલા બે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ જતા રોડ પર પણ ટ્રાફિક જામ થયો હતો.જોકે બંને યુવાનોને નજીવી ઈજા થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0