ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat LPG Policy: રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.
સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

