ગુજરાતની વિરાસતનું આકર્ષણ: એક વર્ષમાં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત

World Heritage Week 2024, Gujarat : દેશભરમાં વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલા વિવિધ હેરિટેજ સ્થળોને આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે 428 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસના કાર્યો શરૂ કર્યાં છે. જે હેઠળ ઐતિહાસિક સ્થળો વડનગર અને ધોળાવીરાને સૌથી વધુ 255 કરોડ રૂપિયાના ખર્ચે વિકસતિ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યાં અનુસાર, વર્ષ 2023-24માં લગભગ 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય હેરિટેજ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણીસાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરે છે, ત્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સહયોગથી દેશભરમાં ઐતિહાસિક વિરાસત સ્થળો પર ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાતની વિરાસતનું આકર્ષણ: એક વર્ષમાં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat

World Heritage Week 2024, Gujarat : દેશભરમાં વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલા વિવિધ હેરિટેજ સ્થળોને આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે 428 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસના કાર્યો શરૂ કર્યાં છે. જે હેઠળ ઐતિહાસિક સ્થળો વડનગર અને ધોળાવીરાને સૌથી વધુ 255 કરોડ રૂપિયાના ખર્ચે વિકસતિ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યાં અનુસાર, વર્ષ 2023-24માં લગભગ 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય હેરિટેજ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. 

વર્લ્ડ હેરિટેજ વીક 2024ની ઉજવણી

સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્ત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરે છે, ત્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના સહયોગથી દેશભરમાં ઐતિહાસિક વિરાસત સ્થળો પર ઉજવણી કરવામાં આવી રહી છે.