કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Nov 16, 2025 - 16:30
કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા અને સદી વટાવી ચૂકેલા માધાભાઈ નાગજીભાઈ મારકણા નામના 100 વર્ષના ખેડૂત બુઝુર્ગ અકસ્માતે પોતાની વાડીના કુવામાં પટકાઈ પડ્યા હતા અને ડૂબી ગયા હતા.

જેઓને બેશુદ્ધ અવસ્થામાં બહાર કાઢીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગિરધરભાઈ માધાભાઈ મારકણાએ પોલીસને જાણ કરતાં કાલાવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.આર. ચાવડા બનાવના સ્થળે અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0