'કલમ 370 રદ થાય તો ગીરમાંથી ઈકો ઝોન કેમ નહીં..', દેખાવકારોની સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી

Gujarat Talala Protest | તાલાલાના મોરૂકા ગામે ઈકો ઝોનના વિરોધમાં નીકળેલી મોટી રેલીમાં સ્થાનિકોએ સરકાર સામે રોષ ઠાલવી સવાલો ઉઠાવ્યા હતા કે, કાશ્મીરમાં વર્ષોથી રહેલી 370ની  કલમ દૂર થાય તો ગીરમાંથી ઈકો ઝોન શા માટે નાબુદ ન થાય? જરૂર પડશે તો આગામી સમયમાં ચૂંટણીઓનો બહિષ્કાર કરવા એલાન અપાશે.દિવસે-દિવસે ઈકો ઝોનનો રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા ઈકો ઝોન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઈકો ઝોનથી ગામડાઓના ખેડૂતો અને સ્થાનિક લોકો વન વિભાગના ગુલામ બની જવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી સમગ્ર ગીર પંથકના ગામડાઓમાં રોજબરોજ ઈકો ઝોનનો વિરોધ થઈ રહ્યો છે.

'કલમ 370 રદ થાય તો ગીરમાંથી ઈકો ઝોન કેમ નહીં..', દેખાવકારોની સરકારને ચૂંટણી બહિષ્કારની ચેતવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Talala Protest | તાલાલાના મોરૂકા ગામે ઈકો ઝોનના વિરોધમાં નીકળેલી મોટી રેલીમાં સ્થાનિકોએ સરકાર સામે રોષ ઠાલવી સવાલો ઉઠાવ્યા હતા કે, કાશ્મીરમાં વર્ષોથી રહેલી 370ની  કલમ દૂર થાય તો ગીરમાંથી ઈકો ઝોન શા માટે નાબુદ ન થાય? જરૂર પડશે તો આગામી સમયમાં ચૂંટણીઓનો બહિષ્કાર કરવા એલાન અપાશે.

દિવસે-દિવસે ઈકો ઝોનનો રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા ઈકો ઝોન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઈકો ઝોનથી ગામડાઓના ખેડૂતો અને સ્થાનિક લોકો વન વિભાગના ગુલામ બની જવાની ભીતિ સેવી રહ્યા છે. છેલ્લા દોઢ માસથી સમગ્ર ગીર પંથકના ગામડાઓમાં રોજબરોજ ઈકો ઝોનનો વિરોધ થઈ રહ્યો છે.