'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!

Mar 12, 2026 - 23:00
'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Water Crisis in Saragwada Dholka : એક તરફ સરકાર કરોડોના ખર્ચે લોથલમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ ઊભું કરી ઇતિહાસને જીવંત કરવાના બણગાં ફૂંકી રહી છે, તો બીજી તરફ એ જ ઇતિહાસની સાક્ષી પૂરતા ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે અને સ્થાનિકો-મહિલાઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ તળાવના ગંદા પાણીમાં કપડાં-વાસણ ધોવા મજબૂર બની છે. આમ, મ્યુઝિયમ પાછળ કરોડોનો ખર્ચ કરાશે, પરંતુ પ્રજાની તરસ છિપાવવામાં તંત્ર નાકામ રહ્યું છે. તેવામાં સવાલ થાય છે કે, શું આને જ સરકાર 'વિકાસ' કહે છે?

લોથલના આંગણે તરસ્યું ગામ 'સરગવાડા'

અમદાવાદના ધોળકાના ભાલ પંથકમાં આવેલા સરગવાડા ગામે ઉનાળાની શરૂઆત પહેલા જ 'જળ સંકટ' ઘેરાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0