ઓઢવમાં સરિતા રેસિડેન્સી પાસે ગટરના ગંદા પાણીની નદી વહી, 1 કિમી સુધી ફેલાઈ દુર્ગંધ

Jun 4, 2026 - 02:30
ઓઢવમાં સરિતા રેસિડેન્સી પાસે ગટરના ગંદા પાણીની નદી વહી, 1 કિમી સુધી ફેલાઈ દુર્ગંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઓઢવ વિસ્તારમાંથી તંત્રની ઘોર બેદરકારીનો એક વરવો નમૂનો સામે આવ્યો છે. ઓઢવ-વસ્ત્ર્રાલ રોડ પર એસ.પી. રિંગ રોડ પાસે આવેલી સરિતા રેસિડેન્સી-7 (રોયલ રેસ્ટોરન્ટ પાછળ, નેપ્ચ્યુન એસ્ટેટ નજીક) આગળ છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સોસાયટીની બહાર જાણે ગંદા પાણીની નદી વહી રહી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ઉભરાતી ગટરનું આ દૂષિત પાણી રોડ પર લગભગ 1 કિલોમીટર સુધી આગળ પહોંચી ગયું છે. આસપાસના વિસ્તારોમાં અત્યંત અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0