ઉદ્યોગસાહસિકો માટે તક! ગાંધીનગરમાં BRICS-યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશનનો શુભારંભ

Jan 28, 2025 - 17:30
ઉદ્યોગસાહસિકો માટે તક! ગાંધીનગરમાં BRICS-યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશનનો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BRICS-Youth Council Entrepreneurship Pre-Consultation: નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત "બ્રિક્સ - યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન"નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: આસારામની 12 વર્ષે મોટેરા આશ્રમમાં એન્ટ્રી, અનુયાયીઓને ન મળવાની શરતે જામીન મળ્યા હોવાથી પોલીસ ઍલર્ટ

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, 'આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0