ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Fishermen in Iran : ઈરાન-ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો આર્મેનિયા એરપોર્ટ પહોંચ્યા બાદ વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે. યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા તમામ માછીમારો ભારત પરત આવવા નીકળતા પરિવારજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.
ઈરાન-ઈઝરાઈલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે વલસાડ જીલ્લાના ઉમરગામના મરોલીના 25થી વધુ સહિત રાજયના 72 માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાઈ ગયા હતા. જેને કારણે માછીમારોના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં પણ ફસાયેલા માછીમારો 35 દિવસથી વધુ બોટમાં જીવન વ્યથિત કરતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

