આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરના અજવા રોડ પર આવેલા સરકારી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના ઉદ્યોગોને ગેસનું પુરવઠો નહીં મળતા છેલ્લા દસ દિવસથી 60 થી 70 ઉદ્યોગો બંધ થઈ ગયા છે જેને ધ્યાનમાં રાખી આજે એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી દેશનો પુરવઠો આપવા માંગણી કરવામાં આવી હતી.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી સરદાર એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં ગેસ આધારિત ચાલતા 70 જેટલા નાના મોટા ઉદ્યોગો આવેલા છે યુદ્ધની પરિસ્થિતિને કારણે વડોદરા શહેરમાં ગેસના સિલેન્ડરોની તંગી સર્જાઇ હતી જેને કારણે રેસ્ટોરન્ટ હોટલો અને લારી ગલ્લા ને સીધી અસર પડી હતી કોમર્શિયલ ગેસ સિલેન્ડર આપવાનું બંધ થતા તેની અસર ઉદ્યોગો ઉપર પણ પડી છે.
આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ ઉદ્યોગ મંડળના ઉદ્યોગપતિઓએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી છેલ્લા દસ દિવસથી ગેસ સિલેન્ડર નહીં મળતા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે જે પુનઃ શરૂ થાય તે માટે ગેસનો પુરવઠો આપવા માંગણી કરી હતી. જે અંગે જિલ્લા કલેકટરે વહેલી થતી ગેસનું પુરવઠો આપવા ખાતરી આપી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

