અમરેલીની ચાર ગ્રામ પંચાયત ભેગી કરીને ધારી પાલિકા રચાશે, ઈડર પાલિકાની હદ વધારાશે
Dhari Municipality To Be Formed : અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે. જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવીને ધારી નગર પાલિકાની રચના કરવામાં આવશે. આમ ધારી નગર પાલિકા રાજ્યની 160મી નગર પાલિકા બનશે. આ સાથે સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dhari Municipality To Be Formed : અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે. જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવીને ધારી નગર પાલિકાની રચના કરવામાં આવશે. આમ ધારી નગર પાલિકા રાજ્યની 160મી નગર પાલિકા બનશે. આ સાથે સાબરકાંઠાની ઈડર નગર પાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે.