અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરપ્રાંતિય ખેતમજૂર પિતાની તેના જ આંગળિયાત પુત્રએ બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મુંજયાસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતિય પરિવારમાં કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો. આ તકરાર એટલી હદે વણસી હતી કે આરોપી સુરેશ મસારે પિતા રમણભાઈના માથાના ભાગે બોથડ પદાર્થનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતા રમણભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

