અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથાવત્
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Savarkundla Pre-Monsoon Work: ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગો, નહેરો અને વોકળાઓ હજુ પણ કચરા અને ઝાડી ઝાંખરાથી ઉભરાઈ રહ્યા છે.
પ્રમુખના પોતાના વિસ્તારમાં જ સફાઈનો અભાવ
આશ્ચર્યની વાત એ છે કે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના પોતાના વિસ્તાર સહિત શહેરના હૃદય સમાન ગણાતા જેસર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સફાઈ થઈ નથી. જેસર રોડ આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી દર વર્ષે જે માર્ગેથી પસાર થાય છે ત્યાં કુદરતી વનસ્પતિ ઊગી નીકળી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

