અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. ગત 6 મેની મધરાતે હાટકેશ્વરથી વંડર પોઈન્ટ તરફ જતા માર્ગ પર દારૂ પીધેલા કારચાલકે બેફામ સ્પીડે કાર હંકારીને એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈકસવારને આશરે 20 ફૂટ સુધી રસ્તા પર ઢસડવામાં આવ્યો હતો, આમ ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી છે, જ્યારે કારમાં સવાર યુવતી પણ નશાની હાલતમાં જણાતા અમરાઈવાડી પોલીસમાં તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

