અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB ફરી વળ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Isanpur Demolition : રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોને દબાણમુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા ઇસનપુર વિસ્તારની મોની હોટેલ વાળી ગલીમાં, શાક માર્કેટ પાસે સ્થિત આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું. વર્ષોથી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા આશરે 160થી વધુ કાચા-પાકા બાંધકામોને તોડી પાડ્યા છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

