અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ

Jun 1, 2026 - 22:30
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Navrangpura sports club Bomb threat: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ નજીકના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક નવરંગપુરા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર રવાના થઈ ગયો હતો.  આ ધમકી મળ્યા બાદ તુરંત જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ક્લબ પરિસરને ખાલી કરાવીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ધમકીના પગલે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા મેટલ ડિટેક્ટર અને આધુનિક સાધનોની મદદથી ક્લબના ખૂણે-ખૂણાની સર્ચ કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0