અતિવૃષ્ટીએ ખેડૂતોની દિવાળી બગાડતા કોંગ્રેસે સરકાર પાસે માગ્યા 10,000 કરોડ
રાજ્યમાં આ વર્ષે મેઘરાજા અનરાધાર વરસ્યા છે, જેના કારણે જગતના તાતને મોટુ નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારમાં પાકને મોટુ નુકસાન થયું છે.રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ ત્યારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુક્સાનને લઈ કોંગ્રેસ આક્રમક બની છે અને સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી છે. આ સાથે જ લીલો દુકાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવા માટે કોંગ્રેસે માગ કરી છે. રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવા માટે કોંગ્રેસે માગ કરી છે, આ સાથે જ 28 ઓક્ટોબરથી કોંગ્રેસ આંદોલનની પણ રાહ અપનાવશે અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કોંગ્રેસ કરશે. ઘરમાં જુવાનજોધ છોકરાનું મોત થાય તેવું દુઃખ અત્યારે ખેડૂતોને: લલિગ કગથરા ત્યારે આ દરમિયાન કોંગ્રેસ નેતા લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું કે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હાલમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. અત્યાર સુધી ખેડૂતોને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી, તેથી સરકાર લીલો દુકાળ જાહેર કરે તેવી અમારી માગ છે. જો લીલો દુકાળ જાહેર નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશુ. ટૂંક સમયમાં સરકાર લીલો દુકાળ જાહેર કરીને ખેડૂતોને સહાય કરે તેવી અમારી માગ છે. ખેડૂતોનું મોંઘુ બિયારણ, મોંઘી દવાઓ અને બધું વરસાદના કારણે બરબાદ થયુ છે. ઘરમાં જુવાનજોધ છોકરાનું મોત થાય તેવું દુઃખ અત્યારે ખેડૂતોને છે, માટે સરકાર તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. 1 લાખથી વધુ ખેડૂતોને ભેગા કરીને તેમના પ્રશ્નોને રજૂ કરીશું: લલિત વસોયા બીજી તરફ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ કહ્યું કે 28 ઓક્ટોબરથી કોંગ્રેસ આ માટે આંદોલન કરશે, કારણ કે અતિવૃષ્ટીના કારણે ખેડૂતો બરબાદ થયા છે. 1 લાખથી વધુ ખેડૂતોને ભેગા કરીને તેમના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીશુ અને જો સરકાર સહાય નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન કરીશુ. સરકારની નીતિ માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની કિરીટ પટેલે કહ્યું કે સરકાર માત્ર ખેડૂતોના હિતની વાતો કરે છે, ખેડૂતોના આપઘાત કરવાના કિસ્સામાં 11 ટકાનો વધારો થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારની નીતિ માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. ખેડૂતોને માત્ર લોલીપોપ અપાય છે. ત્યારે સરકાર સરવેના નામે માત્ર નાટક કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આ વર્ષે મેઘરાજા અનરાધાર વરસ્યા છે, જેના કારણે જગતના તાતને મોટુ નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારમાં પાકને મોટુ નુકસાન થયું છે.
રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ
ત્યારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુક્સાનને લઈ કોંગ્રેસ આક્રમક બની છે અને સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી છે. આ સાથે જ લીલો દુકાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવા માટે કોંગ્રેસે માગ કરી છે. રૂપિયા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરવા માટે કોંગ્રેસે માગ કરી છે, આ સાથે જ 28 ઓક્ટોબરથી કોંગ્રેસ આંદોલનની પણ રાહ અપનાવશે અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કોંગ્રેસ કરશે.
ઘરમાં જુવાનજોધ છોકરાનું મોત થાય તેવું દુઃખ અત્યારે ખેડૂતોને: લલિગ કગથરા
ત્યારે આ દરમિયાન કોંગ્રેસ નેતા લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું કે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હાલમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. અત્યાર સુધી ખેડૂતોને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી, તેથી સરકાર લીલો દુકાળ જાહેર કરે તેવી અમારી માગ છે. જો લીલો દુકાળ જાહેર નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશુ. ટૂંક સમયમાં સરકાર લીલો દુકાળ જાહેર કરીને ખેડૂતોને સહાય કરે તેવી અમારી માગ છે. ખેડૂતોનું મોંઘુ બિયારણ, મોંઘી દવાઓ અને બધું વરસાદના કારણે બરબાદ થયુ છે. ઘરમાં જુવાનજોધ છોકરાનું મોત થાય તેવું દુઃખ અત્યારે ખેડૂતોને છે, માટે સરકાર તરફથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે.
1 લાખથી વધુ ખેડૂતોને ભેગા કરીને તેમના પ્રશ્નોને રજૂ કરીશું: લલિત વસોયા
બીજી તરફ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ કહ્યું કે 28 ઓક્ટોબરથી કોંગ્રેસ આ માટે આંદોલન કરશે, કારણ કે અતિવૃષ્ટીના કારણે ખેડૂતો બરબાદ થયા છે. 1 લાખથી વધુ ખેડૂતોને ભેગા કરીને તેમના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કરીશુ અને જો સરકાર સહાય નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન કરીશુ.
સરકારની નીતિ માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની
કિરીટ પટેલે કહ્યું કે સરકાર માત્ર ખેડૂતોના હિતની વાતો કરે છે, ખેડૂતોના આપઘાત કરવાના કિસ્સામાં 11 ટકાનો વધારો થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારની નીતિ માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. ખેડૂતોને માત્ર લોલીપોપ અપાય છે. ત્યારે સરકાર સરવેના નામે માત્ર નાટક કરી રહી છે.