પાટડી ના. સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલ જીતી
કુલ 14 બેઠકો જીતવા 21 ઉમેદવારો મેદાને હતામહિલા અનામત ર બેઠકો બિન હરીફ થતા 12 બેઠકો માટે રવિવારે 60.76 ટકા મતદાન થયું હતું પ્રજાલક્ષી પેનલના સુપડા સાફ, 9 ઉમેદવારોમાંથી 1 પણ ન જીત્યા, 8 તો 1 હજાર મત પણ ન મેળવી શકયા પાટડી નાગરીક સહકારી બેંકના 14 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેરાત થતા પાટડી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ચૂંટણીમાં ર મહિલા અનામત બેઠકો બીન હરીફ થતા 11 સામાન્ય અને 1 એસટીએસી અનામત મળી કુલ 12 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને હતા. ત્યારે રવીવારે યોજાયેલા મતદાનમાં 40.76 ટકા મતદારોએ મતદાન કર્યુ હતુ. મતદાન બાદ સાંજે 6 કલાકે હાથ ધરાયેલી મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ભાજપ સમર્થીત વિકાસ પેનલ વિજેતા બની છે. પાટડીમાં આવેલ નાગરીક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 14 ડિરેકટરોની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નીમણુંક કરવામાં આવી હતી. બેંકના 14 ડિરેકટરોમાંથી 11 સામાન્ય, 1 સીટ એસટીએસસી અનામત અને 2 સીટ મહિલા અનામત રાખવામાં આવી હતી. તા. 13 ઓગસ્ટ નારોજ આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ હતુ. જેમાં બેંકની 14 બેઠકોમાંથી મહિલા અનામતની બે બેઠકો બીન હરીફ થઈ હતી. જેમાં નેહલબેન હાલાણી અને આરતીબેન ઠક્કર મહિલા અનામત સીટ પર ડિરેકટર તરીકે બીન હરીફ થયા છે. જયારે 11 સામાન્ય બેઠકો અને 1 એસટીએસસી અનામત બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાને હતા. જેમાં ભાજપ સમર્થીત વિકાસના પેનલના 12 ઉમેદવારો અને પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. તા. 18 ઓગસ્ટને રવીવારના રોજ પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8 થી સાંજના 4 સુધી મતદાન યોજાયુ હતુ. જેમાં બેંકના કુલ 4319 સભાસદોમાંથી 2613 એ મતદાન કરતા 60.76 ટકા મતદાન થયુ હતુ. સાંજે 6 કલાકથી કડવા પાટીદાર હોલમાં મત ગણતરી શરૂ થઈ હતી. આ મત ગણતરી મોડી રાતના 3 વાગ્યા સુધી ચાલી હતી. મત ગણતરી પુરી થતા ભાજપ સમર્થીત વિકાસ પેનલના 12 ઉમેદવારો અને 2 બીન હરીફ સહિત કુલ 14 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જયારે પ્રજાલક્ષી યુવા પેનલના સુપડા સાફ થઈ ગયા હતા. પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારોમાંથી 1 પણ વિજેતા થયો ન હતો. અને 9 માંથી 8 ઉમેદવારો તો 1 હજારના આંકને પણ પાર કરી શકયા ન હતા. બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં બેંકના ચેરમેનની વરણી થશે પાટડી નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલ વિજેતા બની છે. ત્યારે હવે બેંકના ચેરમેન પદે કોણ બેસશે તેના પર સૌની મીટ મંડાઈ છે. જેમાં આગામી દિવસોમાં બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાશે. જેમાં સર્વ સંમતીથી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કુલ 14 બેઠકો જીતવા 21 ઉમેદવારો મેદાને હતા
- મહિલા અનામત ર બેઠકો બિન હરીફ થતા 12 બેઠકો માટે રવિવારે 60.76 ટકા મતદાન થયું હતું
- પ્રજાલક્ષી પેનલના સુપડા સાફ, 9 ઉમેદવારોમાંથી 1 પણ ન જીત્યા, 8 તો 1 હજાર મત પણ ન મેળવી શકયા
પાટડી નાગરીક સહકારી બેંકના 14 ડિરેકટરો માટેની ચૂંટણીની જાહેરાત થતા પાટડી તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ચૂંટણીમાં ર મહિલા અનામત બેઠકો બીન હરીફ થતા 11 સામાન્ય અને 1 એસટીએસી અનામત મળી કુલ 12 બેઠકો પર 21 ઉમેદવારો મેદાને હતા. ત્યારે રવીવારે યોજાયેલા મતદાનમાં 40.76 ટકા મતદારોએ મતદાન કર્યુ હતુ. મતદાન બાદ સાંજે 6 કલાકે હાથ ધરાયેલી મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ભાજપ સમર્થીત વિકાસ પેનલ વિજેતા બની છે.
પાટડીમાં આવેલ નાગરીક સહકારી બેંક તાલુકાની અગ્રણી સહકારી બેંક છે. બેંકના 14 ડિરેકટરોની ચૂંટણી જાહેર થતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકની ચૂંટણીમાં ચૂંટણી અધીકારી તરીકે મુકેશ દેસાઈની બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા નીમણુંક કરવામાં આવી હતી. બેંકના 14 ડિરેકટરોમાંથી 11 સામાન્ય, 1 સીટ એસટીએસસી અનામત અને 2 સીટ મહિલા અનામત રાખવામાં આવી હતી. તા. 13 ઓગસ્ટ નારોજ આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યુ હતુ. જેમાં બેંકની 14 બેઠકોમાંથી મહિલા અનામતની બે બેઠકો બીન હરીફ થઈ હતી. જેમાં નેહલબેન હાલાણી અને આરતીબેન ઠક્કર મહિલા અનામત સીટ પર ડિરેકટર તરીકે બીન હરીફ થયા છે. જયારે 11 સામાન્ય બેઠકો અને 1 એસટીએસસી અનામત બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાને હતા. જેમાં ભાજપ સમર્થીત વિકાસના પેનલના 12 ઉમેદવારો અને પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. તા. 18 ઓગસ્ટને રવીવારના રોજ પાટડીના કડવા પાટીદાર હોલમાં સવારે 8 થી સાંજના 4 સુધી મતદાન યોજાયુ હતુ. જેમાં બેંકના કુલ 4319 સભાસદોમાંથી 2613 એ મતદાન કરતા 60.76 ટકા મતદાન થયુ હતુ.
સાંજે 6 કલાકથી કડવા પાટીદાર હોલમાં મત ગણતરી શરૂ થઈ હતી. આ મત ગણતરી મોડી રાતના 3 વાગ્યા સુધી ચાલી હતી. મત ગણતરી પુરી થતા ભાજપ સમર્થીત વિકાસ પેનલના 12 ઉમેદવારો અને 2 બીન હરીફ સહિત કુલ 14 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
જયારે પ્રજાલક્ષી યુવા પેનલના સુપડા સાફ થઈ ગયા હતા. પ્રજાલક્ષી યુવા પેનલના 9 ઉમેદવારોમાંથી 1 પણ વિજેતા થયો ન હતો. અને 9 માંથી 8 ઉમેદવારો તો 1 હજારના આંકને પણ પાર કરી શકયા ન હતા.
બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં બેંકના ચેરમેનની વરણી થશે
પાટડી નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં વિકાસ પેનલ વિજેતા બની છે. ત્યારે હવે બેંકના ચેરમેન પદે કોણ બેસશે તેના પર સૌની મીટ મંડાઈ છે. જેમાં આગામી દિવસોમાં બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાશે. જેમાં સર્વ સંમતીથી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન નક્કી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.