e-KYCને લઈ કુંવરજી બાવળિયાએ આપી બાંહેધરી, કહ્યું-"3 દિવસમાં સમસ્યાનું સમાધાન"
e - KYCને લઈ કુંવરજી બાવળિયાએ બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, 3 દિવસમાં સમસ્યાનું સમાધાન આવશે. પુરવઠા વિભાગ આ બાબતે એક્ટિવ છે. 4500 જેટલી આધારકાર્ડ કિટો કાર્યરત છે. જે કિટ બંધ હશે તેને તાત્કાલિક શરૂ કરાવીશું. કનેક્ટિવિટીની સમસ્યા હોય તો તે દૂર કરાશે.સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના નાગરિકો સરળતા અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમોને વધુ કાર્યરત કરાઈ છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતે રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કરવામાં આવ્યા છે.2.75 કરોડથી વધુ લોકોએ e-KYC કરાવ્યું કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. પરંતુ e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરવાની જાહેરાત કરાઈ છે.પુરવઠા વિભાગ હેઠળ e-KYC થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ પર છે. આધાકાર્ડના નામ-અટકમાં સુધારો ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
e - KYCને લઈ કુંવરજી બાવળિયાએ બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, 3 દિવસમાં સમસ્યાનું સમાધાન આવશે. પુરવઠા વિભાગ આ બાબતે એક્ટિવ છે. 4500 જેટલી આધારકાર્ડ કિટો કાર્યરત છે. જે કિટ બંધ હશે તેને તાત્કાલિક શરૂ કરાવીશું. કનેક્ટિવિટીની સમસ્યા હોય તો તે દૂર કરાશે.
સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના નાગરિકો સરળતા અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમોને વધુ કાર્યરત કરાઈ છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતે રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કરવામાં આવ્યા છે.
2.75 કરોડથી વધુ લોકોએ e-KYC કરાવ્યું
કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે. આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. પરંતુ e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરવાની જાહેરાત કરાઈ છે.
પુરવઠા વિભાગ હેઠળ e-KYC થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ પર છે. આધાકાર્ડના નામ-અટકમાં સુધારો ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.