Year Ender 2024: Gujaratમાં સૌથી વધારે ડિજિટલ એરેસ્ટની બની ઘટનાઓ, Inside Story

સાયબર ગઠિયાઓ ડિજિટલ એરેસ્ટ અને શેર બજારમાં રોકાણના બહાને રોજ 1 વ્યકિતને ટાર્ગેટ કરીને પૈસા પડાવી રહ્યા છે. 3 મહિનામાં અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ડિજિટલ એરેસ્ટ અને શેર બજારમાં રોકાણના બહાને છેતરપિંડીની 35 ફરિયાદ થઈ છે. જેમાં ડિજિટલ અરેસ્ટની 14 જ્યારે શેરબજારના નામે થતી છેતરપિંડીના 21 ફરિયાદ થઈ છે. 27-06-2024ના રોજ નવસારીમાં બની ઘટના નવસારી જિલ્લાના ટોળી ગામમાં રહેતી મહિલાની સીબીઆઇના નામે ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી ઠગ ટોળકીએ રૂ. 1.40 કરોડ બળજબરી ઓનલાઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી સાઇબર ક્રાઇમમાં નોંધાઇ હતી ,નવસારીના ગીતાબેન દિવ્યેશભાઇ પટેલ)ના બીમાર પતિ દિવ્યેશભાઈના મોબાઇલ પર ગત ગત 17મી એપ્રિલે ફોન આવ્યો હતો. ફોન ગીતાબેને રિસીવ કરતા ફોન કરનારે દિલ્હીથી કસ્ટમ ઓફિસર બોલતો હોવાનું કહ્યું હતું. તેણે તમારા પતિનું કમ્બોડિયાથી દિલ્હી આવેલ પાસપોર્ટ, એટીએમ કાર્ડો, કપડા સહિતનું પાર્સલ પકડાયું છે અને દિલ્હીના વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ પીઆઈ યશદીપ માવીએ વીડિયો કોલ કર્યો હતો. 08-07-2024ના રોજ અમદાવાદમાં બની ઘટના નારણપુરામાં રહેતાં કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ડિજીટલ એરેસ્ટનો ડર બતાવી સાયબર ઠગોએ મુંબઈ એનસીબી, સાયબર સેલના અધિકારીઓ તરીકે ઓળખ આપી એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ તેમને તેમના આધારાકાર્ડ પર બૂક પાર્સલમાં ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 5 ક્રેડીટ કાર્ડ સહિતની વસ્તુઓ મળી હોવાથી મુંબઈ એનસીબી ઓફિસમાં આવવું પડશે તેમ કહી ડરાવ્યા હતા.મુંબઈ અંધેરી વેસ્ટ બ્રાંચમાં તમારા આધારકાર્ડ પર બૂક થયેલા અને ઈરાનથી મો. રિઝવાને મોકલેલા પાર્સલમાં પાંચ એકસપાયર્ડ પાસપોર્ટ, પાંચ ક્રેડીટ કાર્ડ, 550 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, એક લેપટોપ અને એક કિલો કપડાં છે. તમારે મુંબઈ એનસીબીમાં હાજર થવું પડશે અથવા ઓનલાઈન સ્ટેટમેન્ટ આપવું પડશે કહી કોલ એનસીબીમાં ટ્રાન્સફર કરતો હોવાનું કહી કાઈપ એપ ડાઉનલોડ કરાવી હતી. કોલમાં એનસીબી મુંબઈનો લોગો તેમજ કોલ કરનારે પ્રદીપ સાવંત મુંબઈ સાયબર પીઆઈનું આઈકાર્ડ મોકલ્યું હતું. પછી બેંક ખાતાની વિગતો લઈ બે ત્રણ દિવસ સુધી ડરાવી ચાલુ કોલે બેંકમાંથી તેમની પાસે રૂ.1,05,87,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. 22-08-2024ના રોજ સુરતમાં બની ઘટના ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 22-08-2024ના રોજ રાજકોટમાં બની ઘટના સુરતના સરથાણાના મહિલા ડોકટર પાસે બન્યો હતો,જેમાં તેઓએ સુરતથી ઈરાન પાર્સલ મોકલ્યું હતુ,અને તે પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ છે તેમ કહીને આરોપીઓએ મહિલાને ફોન કરી ધમકાવીને રૂપિયા 2.28 લાખ સેરવી લેતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચે છે. 01-09-2024ના સુરતમાં બની ઘટના સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો. 21-09-2024ના રોજ અમદાવાદમાં બની ઘટના લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. 22-10-2024ના રોજ વડોદરામાં બની ઘટના વડોદરામાં બનેલા આવા જ એક બનાવમાં એક મહિલાને ડિજિટલ એરેસ્ટ દ્વારા ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. છાશવારે લોકોને હાઉસ એરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે પોલીસને પણ દોડતી કરી દીધી છે. અત્યાર સુધી આપણે ડિજિટલ એરેસ્ટના અનેક કેસ વિશે સાંભળ્યું, તેની વિવિધ મોડ્સ ઓપરેન્ડી વિશે જાણ્યું. આ બનાવમાં જેમાં એક શખસ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.વડોદરાની મહિલાને હાઉસ અરેસ્ટ કરી તેને ટોર્ચર કરી, તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી દીધા. 22-11-2024ના રોજ ભરૂચમાં બની ઘટના ભરૂચ જિલ્લામાં ડિજિટલ અટેસ્ટનો એક કિસ્સો સામે આવ્યો હતો.જેમાં ઇખર ગામમાં પ્રેક્ટિસ કરતા તબીબને મોબાઇલ પર વીડિયોકોલ કરી ડિજિટલ અરેસ્ટ ટેલિફોન રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( ટ્રાય), સીબીઆઇ તેમજ આરબીઆઇના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી.તેના 14 લાખ રૂપિયા 24 કલાકના વાયદે બીજા એકાઉન્ટમાં નખાવી ઠગાઇ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ મામલે સાયબર ક્

Year Ender 2024: Gujaratમાં સૌથી વધારે ડિજિટલ એરેસ્ટની બની ઘટનાઓ, Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર ગઠિયાઓ ડિજિટલ એરેસ્ટ અને શેર બજારમાં રોકાણના બહાને રોજ 1 વ્યકિતને ટાર્ગેટ કરીને પૈસા પડાવી રહ્યા છે. 3 મહિનામાં અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ડિજિટલ એરેસ્ટ અને શેર બજારમાં રોકાણના બહાને છેતરપિંડીની 35 ફરિયાદ થઈ છે. જેમાં ડિજિટલ અરેસ્ટની 14 જ્યારે શેરબજારના નામે થતી છેતરપિંડીના 21 ફરિયાદ થઈ છે.

27-06-2024ના રોજ નવસારીમાં બની ઘટના

નવસારી જિલ્લાના ટોળી ગામમાં રહેતી મહિલાની સીબીઆઇના નામે ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી ઠગ ટોળકીએ રૂ. 1.40 કરોડ બળજબરી ઓનલાઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી સાઇબર ક્રાઇમમાં નોંધાઇ હતી ,નવસારીના ગીતાબેન દિવ્યેશભાઇ પટેલ)ના બીમાર પતિ દિવ્યેશભાઈના મોબાઇલ પર ગત ગત 17મી એપ્રિલે ફોન આવ્યો હતો. ફોન ગીતાબેને રિસીવ કરતા ફોન કરનારે દિલ્હીથી કસ્ટમ ઓફિસર બોલતો હોવાનું કહ્યું હતું. તેણે તમારા પતિનું કમ્બોડિયાથી દિલ્હી આવેલ પાસપોર્ટ, એટીએમ કાર્ડો, કપડા સહિતનું પાર્સલ પકડાયું છે અને દિલ્હીના વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ પીઆઈ યશદીપ માવીએ વીડિયો કોલ કર્યો હતો.

08-07-2024ના રોજ અમદાવાદમાં બની ઘટના

નારણપુરામાં રહેતાં કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ડિજીટલ એરેસ્ટનો ડર બતાવી સાયબર ઠગોએ મુંબઈ એનસીબી, સાયબર સેલના અધિકારીઓ તરીકે ઓળખ આપી એક કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગોએ તેમને તેમના આધારાકાર્ડ પર બૂક પાર્સલમાં ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 5 ક્રેડીટ કાર્ડ સહિતની વસ્તુઓ મળી હોવાથી મુંબઈ એનસીબી ઓફિસમાં આવવું પડશે તેમ કહી ડરાવ્યા હતા.મુંબઈ અંધેરી વેસ્ટ બ્રાંચમાં તમારા આધારકાર્ડ પર બૂક થયેલા અને ઈરાનથી મો. રિઝવાને મોકલેલા પાર્સલમાં પાંચ એકસપાયર્ડ પાસપોર્ટ, પાંચ ક્રેડીટ કાર્ડ, 550 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, એક લેપટોપ અને એક કિલો કપડાં છે. તમારે મુંબઈ એનસીબીમાં હાજર થવું પડશે અથવા ઓનલાઈન સ્ટેટમેન્ટ આપવું પડશે કહી કોલ એનસીબીમાં ટ્રાન્સફર કરતો હોવાનું કહી કાઈપ એપ ડાઉનલોડ કરાવી હતી. કોલમાં એનસીબી મુંબઈનો લોગો તેમજ કોલ કરનારે પ્રદીપ સાવંત મુંબઈ સાયબર પીઆઈનું આઈકાર્ડ મોકલ્યું હતું. પછી બેંક ખાતાની વિગતો લઈ બે ત્રણ દિવસ સુધી ડરાવી ચાલુ કોલે બેંકમાંથી તેમની પાસે રૂ.1,05,87,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.

22-08-2024ના રોજ સુરતમાં બની ઘટના

ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

22-08-2024ના રોજ રાજકોટમાં બની ઘટના

સુરતના સરથાણાના મહિલા ડોકટર પાસે બન્યો હતો,જેમાં તેઓએ સુરતથી ઈરાન પાર્સલ મોકલ્યું હતુ,અને તે પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ છે તેમ કહીને આરોપીઓએ મહિલાને ફોન કરી ધમકાવીને રૂપિયા 2.28 લાખ સેરવી લેતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચે છે.

01-09-2024ના સુરતમાં બની ઘટના

સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો.

21-09-2024ના રોજ અમદાવાદમાં બની ઘટના

લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

22-10-2024ના રોજ વડોદરામાં બની ઘટના

વડોદરામાં બનેલા આવા જ એક બનાવમાં એક મહિલાને ડિજિટલ એરેસ્ટ દ્વારા ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. છાશવારે લોકોને હાઉસ એરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે પોલીસને પણ દોડતી કરી દીધી છે. અત્યાર સુધી આપણે ડિજિટલ એરેસ્ટના અનેક કેસ વિશે સાંભળ્યું, તેની વિવિધ મોડ્સ ઓપરેન્ડી વિશે જાણ્યું. આ બનાવમાં જેમાં એક શખસ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.વડોદરાની મહિલાને હાઉસ અરેસ્ટ કરી તેને ટોર્ચર કરી, તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી દીધા.

22-11-2024ના રોજ ભરૂચમાં બની ઘટના

ભરૂચ જિલ્લામાં ડિજિટલ અટેસ્ટનો એક કિસ્સો સામે આવ્યો હતો.જેમાં ઇખર ગામમાં પ્રેક્ટિસ કરતા તબીબને મોબાઇલ પર વીડિયોકોલ કરી ડિજિટલ અરેસ્ટ ટેલિફોન રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( ટ્રાય), સીબીઆઇ તેમજ આરબીઆઇના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી.તેના 14 લાખ રૂપિયા 24 કલાકના વાયદે બીજા એકાઉન્ટમાં નખાવી ઠગાઇ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.આ મામલે સાયબર ક્રાઈમે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

09-11-2024ના રોજ રાજકોટમાં બની ઘટના

રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા અને ઠગબાજે રૂપિયા 56 લાખ પડાવ્યા હતા,મની લોન્ડરિંગનો ઉપયોગ કરીને ઠગાઈ આચરવામાં આવી હોવાની વાત સામે આવી હતી.તમારું એરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા,આ ઘટનામાં દર 2 કલાકે વોટ્સઅપ પર વૃદ્ધના ફોટા મંગાવતા હતા.ઠગબાજોએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા જેને લઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી.

16-11-2024ના રોજ રાજકોટમાં બની ઘટના

2 PIને જ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી વાત સામે આવીહતી જેમાં PI બી.બી. જાડેજા અને એમ.એ. ઝણકાટને કડવો અનુભવ થયો હતો,ગઠીયાઓએ ફોન કરીને કહ્યું કે,મુંબઈમાં તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને કાયદાના વિરોધમાં મોબાઈલનો ઉપયોગ થયાનું કહ્યું હોવાની વાત સામે આવી હતી.ગઠીયાએ કહ્યું કે જવાબ નહી આપો તો મોબાઈલ બંધ કરાઈ દઈશું.

01-12-2024ના રોજ અમદાવાદમાં બની ઘટના

અમદાવાદના સોલા વિસ્તારમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક યુવક ભોગ બન્યો છે,મુંબઈના પોલીસ અધિકારીની ઓળખ આપીને યુવક પાસેથી રૂપિયા 98 હજાર પડાવી લીધા હોવાની વાત સામે આવી છે.બેંક એકાઉન્ટનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે અને તમારી સામે ગુનો નોંધાશે તેમ કહી યુવક પાસેથી રૂપિયા પડાવ્યા છે.યુવકે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.