Weather : રાજયમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આણંદ, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો વરસાદને લઈ કયાં અપાયું રેડ, યલો એન્ડ ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, દીવ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા અને કામરેજ સહિતના તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, વરસાદને પગલે રોડ રસ્તા થયા પાણી પાણી અને વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે
ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે, પૂર્ણા, અંબિકા, ગીરાના જળસ્તરમાં વધારો થયો છે, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે, સાથે સાથે આહવામાં 10 ઇંચ, વઘઇમાં 8 ઇંચ, સુબીરમાં 7.25 ઇંચ, સાપુતારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






