Weather: ગરમી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું?

May 30, 2025 - 12:30
Weather: ગરમી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા બાદ હવે કાળઝાળ ગરમી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે વરસાદને લઈને નહીં પરંતુ ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ત્યારે હવે ઘણા દિવસો બાદ રાજ્યમાં ગરમીની સાથે હવાનું જોર રહેશે.

રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી રહેશે

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હવે વરસાદના વિરામ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીની શરૂઆત થશે. ગરમીની સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. સાથે જ 4 દિવસની ગરમી બાદ 5થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 40.9 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી, અમદાવાદમાં 36.9 ડિગ્રી, ગાંધીનગરમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ઉત્તર, મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. કેરળ આ વર્ષનું ચોમાસું વહેલું પહોંચી ગયું છે તેથી ગુજરાતમાં જલ્દીથી વરસાદનું આગમન થાય તેવી સંભાવનાઓ છે. 10 જૂન સુધી મુંબઈના અનેક ભાગોમાં વરસાદ આવશે. ત્યાર બાદ 12 જૂન બાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશ. તેથી લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0