Weather News: માઉન્ટ આબુમાં 0 ડિગ્રી, નલિયા 10.8 ડિગ્રી સાથે ઠંડીનો કહેર
ગુજરાતનાં 4 શહેરમાં સોમવારના રોજ લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહેતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. કચ્છના નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધુ ઠંડીનો વર્તારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી થઈ જતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.ઉત્તર ગુજરાતના ડીસામાં 12.4 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની જમાવટ શરૂ થઈ છે. બીજી તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઉત્તર ભારત બાજુથી આવતા ઠંડા પવનના સુસવાટાને પગલે તાપમાનનો પારો ગગડયો છે અને લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન પણ 11 ડિગ્રી નોંધાયું હતું. આમ માઉન્ટ આબુમાં ઠંડીના ચમકારા સાથે વાતાવરણ ઠંડુગાર થતા સહેલાણીઓએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે માઉન્ટઆબુના પોલો ગ્રાઉન્ડમાં આવેલ ઘાસમાં બરફની ચાદર પથરાઈ હતી ત્યારે ગુરુશિખર પર ભરબપોરના સુમારે પણ ઠંડા પવનના સુસવાટાને કારણે સહેલાણીઓ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. આમ માઉન્ટઆબુમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં આ વખતે ઠંડીનો પ્રારંભ થવામાં ઘણો વિલંબ થયો છે. તાપમાનનો પારો બે-ત્રણ દિવસ ગગડયા બાદ ફરી ઊંચકાવાના વારંવાર તબક્કા આવ્યાં છે. બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના 16 જેટલા શહેરમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું, જેમાંથી પાંચ શહેર દમણ, સુરત, ઓખા, વેરાવળ અને દીવમાં પારો 21 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આમ શુક્રવાર સુધી ગુજરાતમાં જાણે શિયાળાનો પ્રારંભ જ ન થયો હોય એ પ્રકારનો માહોલ હતો. દિવસ દરમિયાન અને રાત્રે પણ લોકોએ પંખા ચાલુ રાખવા પડયા હતા. પરંતુ ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતનાં 4 શહેરમાં સોમવારના રોજ લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહેતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. કચ્છના નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધુ ઠંડીનો વર્તારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી થઈ જતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.
ઉત્તર ગુજરાતના ડીસામાં 12.4 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની જમાવટ શરૂ થઈ છે. બીજી તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઉત્તર ભારત બાજુથી આવતા ઠંડા પવનના સુસવાટાને પગલે તાપમાનનો પારો ગગડયો છે અને લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન પણ 11 ડિગ્રી નોંધાયું હતું. આમ માઉન્ટ આબુમાં ઠંડીના ચમકારા સાથે વાતાવરણ ઠંડુગાર થતા સહેલાણીઓએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે માઉન્ટઆબુના પોલો ગ્રાઉન્ડમાં આવેલ ઘાસમાં બરફની ચાદર પથરાઈ હતી ત્યારે ગુરુશિખર પર ભરબપોરના સુમારે પણ ઠંડા પવનના સુસવાટાને કારણે સહેલાણીઓ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. આમ માઉન્ટઆબુમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં આ વખતે ઠંડીનો પ્રારંભ થવામાં ઘણો વિલંબ થયો છે. તાપમાનનો પારો બે-ત્રણ દિવસ ગગડયા બાદ ફરી ઊંચકાવાના વારંવાર તબક્કા આવ્યાં છે. બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના 16 જેટલા શહેરમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું,
જેમાંથી પાંચ શહેર દમણ, સુરત, ઓખા, વેરાવળ અને દીવમાં પારો 21 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આમ શુક્રવાર સુધી ગુજરાતમાં જાણે શિયાળાનો પ્રારંભ જ ન થયો હોય એ પ્રકારનો માહોલ હતો. દિવસ દરમિયાન અને રાત્રે પણ લોકોએ પંખા ચાલુ રાખવા પડયા હતા. પરંતુ ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.