Amreliની નિત્યમ વિદ્યાસંકુલ વિવાદમાં મોટો ઘટસ્ફોટ, છેલ્લા 25 વર્ષથી ભૂતિયા સ્કૂલ!

અમરેલી શહેરમાં ચાલી રહેલ નિત્યમવિદ્યા સંકુલ વિવાદ મામલે સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને સુ મધુર પ્રાયમરી સ્કૂલ ના નામનું શાળા છોડ્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જે સર્ટિફિકેટ માં અને સરકારી ચોપડે તે સુ મધુર પ્રાયમરી શાળાનું એડ્રેસ મોહન નગરનું નોંધાયું હતું પરંતુ કઈક કાચું કપાઈ રહ્યું છે તેવી શંકા જતા રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યુઝની ટીમ સ્થળ તપાસ કરવાનો નિર્ણય લીધો અને સ્થળ ઉપર પહોચતાજ દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું અને મનમાં આવેલું શંકા હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ ત્યારે શું છે સમગ્ર હકીકત જુઓ સંદેશ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટમાં...અમરેલી શહેરમાં ચાલી રહેલ નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા બીજી સ્કૂલના પ્રમાણપત્રો આપી દેવાના વિવાદ ને લઇને વધુ એક કિસ્સો આવ્યો છે નીત્યમ વિદ્યા સંકૂલ દ્વારા બે શાળાઓનાં છોડ્યાના પ્રમાણ પત્રો આપવામાં આવ્યા છે જેમાં એક સુ મધુર પ્રાયમરી સ્કુલનું શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું તે પ્રમાણ પત્રમાં અને શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારી રજીસ્ટર મા જે એડ્રેસ છે તેને લઈને અમને કઈક કાચું કપાતું હોય તેવી શંકા જતા સ્થળ તપાસ કરવાનું મન બનાવ્યું અને અમરેલી સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા લાઠી રોડ ઉપર આવેલ મોહન નગર સ્થિત સુ મધુર સ્કુલ શોધવા પહોંચી હતી પરંતુ આખા મોહન નગરમાં તે સ્કૂલ શોધી સતત બે કલાક ની મહેનત બાદ જાણવા મળ્યું કે સુ મધુર નામની કોઈ પ્રાયમરી સ્કૂલ મોહન નગરમાં છે જ નહિ. ત્યારે અમે ત્યાંના રહેતા રહીશો સાથે વાત ચીત કરી રહીશોએ જણાવાયું કે છેલ્લા 25 વર્ષ થી અમે અહી આવી કોઈ સ્કૂલ જોય નથી અને નામ પણ સાંભળ્યું નથી ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના નાક નીચે આ સ્કૂલ ધમધમી રહી હતી જેની જાણ પણ અધિકારીઓને નથી કેટલી નવાઈની વાત છે ! જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આવી બિનકાયદેસર ચાલતી સ્કૂલો નો અમરેલીમાં રાફડો ફાટે તો નવાઈ નહિ.. ત્યારે હાલ હજુ નિત્યમ વિદ્યા સંકુલ સામે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીની વાતો કરવામાં આવે છે દેખાવ પુરતી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સ્કૂલ હજુ ધમધમી રહી છે ત્યારે કેમ શિક્ષણ વિભાગ દ્વારા ફક્ત કાગળ ઉપર જ એક્શન લેવાયા તે પણ મોટો સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા તુની વિદ્યામંદિર અને સુમધુર પ્રાયમરી સ્કુલ એ બે સ્કૂલોના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તેને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. શિક્ષણ વિભાગના કાળા કારોબારમાં તપાસ દરમિયાન કઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં.

Amreliની નિત્યમ વિદ્યાસંકુલ વિવાદમાં મોટો ઘટસ્ફોટ, છેલ્લા 25 વર્ષથી ભૂતિયા સ્કૂલ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી શહેરમાં ચાલી રહેલ નિત્યમવિદ્યા સંકુલ વિવાદ મામલે સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને સુ મધુર પ્રાયમરી સ્કૂલ ના નામનું શાળા છોડ્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જે સર્ટિફિકેટ માં અને સરકારી ચોપડે તે સુ મધુર પ્રાયમરી શાળાનું એડ્રેસ મોહન નગરનું નોંધાયું હતું પરંતુ કઈક કાચું કપાઈ રહ્યું છે તેવી શંકા જતા રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યુઝની ટીમ સ્થળ તપાસ કરવાનો નિર્ણય લીધો અને સ્થળ ઉપર પહોચતાજ દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ ગયું અને મનમાં આવેલું શંકા હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ ત્યારે શું છે સમગ્ર હકીકત જુઓ સંદેશ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટમાં...

અમરેલી શહેરમાં ચાલી રહેલ નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા બીજી સ્કૂલના પ્રમાણપત્રો આપી દેવાના વિવાદ ને લઇને વધુ એક કિસ્સો આવ્યો છે નીત્યમ વિદ્યા સંકૂલ દ્વારા બે શાળાઓનાં છોડ્યાના પ્રમાણ પત્રો આપવામાં આવ્યા છે જેમાં એક સુ મધુર પ્રાયમરી સ્કુલનું શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું તે પ્રમાણ પત્રમાં અને શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારી રજીસ્ટર મા જે એડ્રેસ છે તેને લઈને અમને કઈક કાચું કપાતું હોય તેવી શંકા જતા સ્થળ તપાસ કરવાનું મન બનાવ્યું અને અમરેલી સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા લાઠી રોડ ઉપર આવેલ મોહન નગર સ્થિત સુ મધુર સ્કુલ શોધવા પહોંચી હતી પરંતુ આખા મોહન નગરમાં તે સ્કૂલ શોધી સતત બે કલાક ની મહેનત બાદ જાણવા મળ્યું કે સુ મધુર નામની કોઈ પ્રાયમરી સ્કૂલ મોહન નગરમાં છે જ નહિ. ત્યારે અમે ત્યાંના રહેતા રહીશો સાથે વાત ચીત કરી રહીશોએ જણાવાયું કે છેલ્લા 25 વર્ષ થી અમે અહી આવી કોઈ સ્કૂલ જોય નથી અને નામ પણ સાંભળ્યું નથી ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના નાક નીચે આ સ્કૂલ ધમધમી રહી હતી જેની જાણ પણ અધિકારીઓને નથી કેટલી નવાઈની વાત છે !

જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આવી બિનકાયદેસર ચાલતી સ્કૂલો નો અમરેલીમાં રાફડો ફાટે તો નવાઈ નહિ.. ત્યારે હાલ હજુ નિત્યમ વિદ્યા સંકુલ સામે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીની વાતો કરવામાં આવે છે દેખાવ પુરતી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સ્કૂલ હજુ ધમધમી રહી છે ત્યારે કેમ શિક્ષણ વિભાગ દ્વારા ફક્ત કાગળ ઉપર જ એક્શન લેવાયા તે પણ મોટો સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે ત્યારે હવે નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા તુની વિદ્યામંદિર અને સુમધુર પ્રાયમરી સ્કુલ એ બે સ્કૂલોના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તેને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. શિક્ષણ વિભાગના કાળા કારોબારમાં તપાસ દરમિયાન કઈ નવો વળાંક આવે તો નવાઈ નહીં.