Weather Forecast : અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આગામી 3 કલાક મહત્વના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં પડી રહેલી અસહ્ય અને ભારે ગરમી વચ્ચે નાગરિકો માટે આખરે રાહતના મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, ગુજરાતમાં ચોમાસું પુનઃ સક્રિય થયું છે. દરિયાઈ વિસ્તારમાં 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી કલાકોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ નવી સિસ્ટમની સીધી અને સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ જ કલાકમાં ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના છે. ખાસ કરીને ઉમરગામ, દમણ, વલસાડ, સુરત અને બીલીમોરા સહિતના પંથકોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે છે.
મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી
આ તરફ પડોશી રાજ્ય મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની કડક ચેતવણી જારી કરવામાં આવી છે, જેની સીધી અસર વલસાડ અને સરહદી વિસ્તારો પર પડશે.નવી મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે
ચોમાસું વિધિવત રીતે બેસતાની સાથે જ અરબી સમુદ્રમાં વધુ એક નવી મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે. જેને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ અને વેરાવળમાં પણ પવન સાથે વરસાદી માહોલ જામવાની શક્યતા છે. આ સિવાય જૂનાગઢ, ઉપલેટા, જેતપુર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થવાના એંધાણ મળતા જ ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે અને ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે.
આ પણ વાંચો---- Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

