Weather : હવે ગુજરાતવાસીઓ તાપ ઉકળાટ માટે થઇ જાઓ તૈયાર
આ વખતે ચોમાસાથી સમગ્ર દેશમાં ભારે હાલાકી સર્જાઇ હતી. વરસાદના કારણે પૂરની ઘટનાઓથી અનેક રાજ્યમાં આફત આવી હતી. આમ તો હવે શિયાળાની શરૂઆત થઇ જવી જોઇએ પણ હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે ગરમીને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે. રાજ્યમાં તાપમાનનો પારો 36થી 37 ડિગ્રી નોંધાઇ શકે છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. વરસાદની શકયતા નહિવત, ઉકળાટનું જોર વધશે. ઉત્તર - પશ્ચિમી પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે.ઉત્તર-પશ્ચિમી પવનોની દિશા બદલાતા રહેશે બેવડી ઋતુની અસર ઉત્તર-પશ્ચિમી પવનોની દિશા બદલાતા રહેશે બેવડી ઋતુની અસર. અમદાવાદ ગાંધીનગર સહિત મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાઇ શકે છે. ગરમી અને બફારાના કારણે તેમજ એક સાથે બે ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરશે. તાવ શરદી ખાસી જેવા રોગ માથુ ઉચકશે તો ગરમીના કારણે બ્લડ પ્રેશર જેવા રોગ થઇ શકે છે ગરમીના કારણે અકળામણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે આથી આકરા તાપમાં બહાર ન નીકળવુ જોઇએ.દર વખતે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે. દર વખતે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે. ઘણી વખત જયારે જૂન-જુલાઈ-ઑગષ્ટમાં વરસાદ ખેંચાય અને એ દરમિયાન તડકો પડે અને વાદળો ન હોય ત્યારે પણ આવો બફારો અનુભવાય છે. જો કે આ વખતે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વચ્ચે એકવાર ફરીથી ગરમી પડી રહી છે જે હવામાનની પેટર્ન બદલાઇ છે તે તરફ ઇશારો કરે છે. હવામાનની પેટર્ન બદલાઇ હવામાન વિભાગે આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થયા છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીમાં વધારો નોંધાયો છે. કચ્છમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વખતે ચોમાસાથી સમગ્ર દેશમાં ભારે હાલાકી સર્જાઇ હતી. વરસાદના કારણે પૂરની ઘટનાઓથી અનેક રાજ્યમાં આફત આવી હતી. આમ તો હવે શિયાળાની શરૂઆત થઇ જવી જોઇએ પણ હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે ગરમીને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે. રાજ્યમાં તાપમાનનો પારો 36થી 37 ડિગ્રી નોંધાઇ શકે છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે. વરસાદની શકયતા નહિવત, ઉકળાટનું જોર વધશે. ઉત્તર - પશ્ચિમી પવનોની દિશા બદલાતા બેવડી ઋતુ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે.
ઉત્તર-પશ્ચિમી પવનોની દિશા બદલાતા રહેશે બેવડી ઋતુની અસર
ઉત્તર-પશ્ચિમી પવનોની દિશા બદલાતા રહેશે બેવડી ઋતુની અસર. અમદાવાદ ગાંધીનગર સહિત મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાઇ શકે છે. ગરમી અને બફારાના કારણે તેમજ એક સાથે બે ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરશે. તાવ શરદી ખાસી જેવા રોગ માથુ ઉચકશે તો ગરમીના કારણે બ્લડ પ્રેશર જેવા રોગ થઇ શકે છે ગરમીના કારણે અકળામણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે આથી આકરા તાપમાં બહાર ન નીકળવુ જોઇએ.
દર વખતે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે.
દર વખતે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે. ઘણી વખત જયારે જૂન-જુલાઈ-ઑગષ્ટમાં વરસાદ ખેંચાય અને એ દરમિયાન તડકો પડે અને વાદળો ન હોય ત્યારે પણ આવો બફારો અનુભવાય છે. જો કે આ વખતે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વચ્ચે એકવાર ફરીથી ગરમી પડી રહી છે જે હવામાનની પેટર્ન બદલાઇ છે તે તરફ ઇશારો કરે છે.
હવામાનની પેટર્ન બદલાઇ
હવામાન વિભાગે આગામી સમયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થયા છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીમાં વધારો નોંધાયો છે. કચ્છમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે.