Weather: રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, મહેસાણા જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમરેલી, ભાવનગર, તાપીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જાણો કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, મહિસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, મોરબી, ખેડા, ભરૂચ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, બોટાદ, જામનગર, રાજકોટ, દ્વારકા, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
3 જુલાઇએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 3 જુલાઈએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આજે અમદાવાદમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આવતીકાલથી 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન આફતો જોવા મળી છે, તેથી આ વખતે પણ વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારો જરૂરી તૈયારીઓમાં વ્યસ્ત છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે, જ્યારે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે.
મધ્ય અને પૂર્વ ભારતમાં પણ વરસાદ પડશે
મધ્ય ભારત અને પૂર્વીય રાજ્યોમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને સિક્કિમ જેવા વિસ્તારોમાં આગામી થોડા દિવસો સુધી સતત ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. ખાસ કરીને બિહાર અને ઝારખંડમાં, છેલ્લા વર્ષોમાં પાણી ભરાઈ જવા અને પૂરની સ્થિતિ જોવા મળી છે. વિભાગે આ વિસ્તારોના નાગરિકોને સાવધ રહેવાની ચેતવણી આપી છે.
What's Your Reaction?






