Weather : રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

Jul 2, 2025 - 14:30
Weather : રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દાહોદ અનેગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઇ સૂચના.

જાણો કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે તો માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં બપોર સુધી 56 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં વરસાદ નોંધાયો છે, જેમાં ડાંગના સુબિરમાં 3.39 ઈંચ, ડોલવણમાં 2.80 ઈંચ, વાલોદમાં 2.36 ઈંચ, મહુવામાં 1.93 ઈંચ, આહવામાં 1 ઈંચ, ઉચ્છલમાં 0.63 ઈંચ, મોડાસામાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો છે.

21 જળાશયો હાઇએલર્ટ પર

રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે. ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0