Visnagar: ખદલપુર ગામે એસ.એમ.સી.ના દરોડા, ત્રણને પોલીસે દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિસનગર તાલુકાના ખદલપુર ગામની સીમમાં લીંબડીવાળા ખેતરમાં ડબ્બા ટ્રેડીંગ ચાલી રહ્યું છે તેવી હકીકત ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને મળતા સ્ટાફ સાથે ખદલપુર ગામે આવી ખેતરમાં દરોડો પાડતા સટ્ટોડીયામાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પોલીસે ત્રણ શખ્શોને સ્થળ ઉપરથી હસ્તગત કર્યા હતા. જ્યારે ત્રણ શખ્સો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા, જેમાં પોલીસે વિસનગરના ઠાકોર સંજયજી ઉર્ફે પિન્ટુ જીવણજી રહે આથમણોવાસ,ઠાકોર જીગરજી જશવંતજી,ઠાકોર અલ્કેશજી ઉર્ફે લાલુ લક્ષ્મણજી બન્ને રહે બાબીપુરા વડનગરની સામે ગુનો નોંધી પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્શોના નામ ખુલવા પામ્યા હતા. જે ઠાકોર રોહિતજી દશરથજી, ઠાકોર સિધ્ધરાજસિંહ જશવંતસિંહ બન્ને રહે બાબીપુરા વડનગર તેમજ ઠાકોર વિજયજી જોઈતાજી રહે ખદલપુરની સામે ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે ત્રણ મોબાઈલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






