Viramgam નગરપાલિકાનો સપાટો: હાંસલપુર GIDCમાંથી ઝડપાયું પ્રતિબંધિત પ્લાસ્ટિક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરમગામ શહેરમાં પર્યાવરણના જતન અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ વિરુદ્ધ નગરપાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં વિરમગામ નગરપાલિકાની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ અને ફાયર ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
આ ટીમ દ્વારા વિરમગામના હાંસલપુર GIDC વિસ્તારમાં આવેલા 'રઘુવંશી ટ્રેડિંગ' નામના એકમ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે 2580 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
ન.પા.ની સેનિટેશન ટીમ તેમજ ફાયર ટીમ દ્વારા દરોડા
જપ્ત કરાયેલા આ જથ્થાની બજાર કિંમત લાખો રૂપિયામાં હોવાનું મનાય છે. વિરમગામ નગરપાલિકાના પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ એકમ પાસેથી રૂ.10,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. નગરપાલિકાની આ આક્રમક કામગીરીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

