Viramgam Rain: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, 50થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ

વિરમગામ બાયપાસ રોડ પર 50થી વધુનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુંસોકલી SRP કેમ્પ પાસે શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને તેમને વતનમાં મોકલવામાં આવ્યા સ્થાનિકો લોકોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને શ્રમિકોને બચાવ્યા અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વિરમગામ પંથકમા ઉપરવાસમાં વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઘણા લોકો આ વરસાદી પાણીમાં ફસાઈ જવાની માહિતી મળી છે. સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરની મદદથી આ અસરગ્રસ્તોને બહાર કાઢ્યા વિરમગામ બાયપાસ રોડ પર સોકલી SRP કેમ્પ પાસે 50થી વધુ શ્રમિકો વરસાદી પાણીમાં ભરાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરની મદદથી આ અસરગ્રસ્તોને બહાર કાઢ્યા અને હાલમાં તેમને તેમના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉપરવાસના વરસેલા ભારે વરસાદથી સોકલી SRP કેમ્પ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં ગાબડું પડયું વિરમગામ પંથકમાં ઉપરવાસના ભારે વરસાદના પાણી તાલુકામા ભંટાતા તારાજી સર્જાઈ છે. વિરમગામ તાલુકમાં સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં ગાબડુ પડતા નાની કુમાદ ગામ પાસે કાચી કેનાલમાં પાણી પહોંચ્યા છે. વિરમગામ નાની કુમાદ, મોટી કુમાદ સહિત ગામોમાં રસ્તાઓ, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ વિરમગામ તાલુકાના ઓગણ ગામે બંધનો પાળો તુટી જવાથી રોડ સહિત ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદ બાયપાસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા, લાંબો ટ્રાફિકજામ સર્જાયો ઉલ્લેખનીય છે કે વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાવવાના કારણે રોડ પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વિરમગામ સોકલી ગામ પાસે પાણી ભરાયાં છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ આપવામાં આવ્યું છે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Viramgam Rain: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, 50થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિરમગામ બાયપાસ રોડ પર 50થી વધુનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
  • સોકલી SRP કેમ્પ પાસે શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને તેમને વતનમાં મોકલવામાં આવ્યા
  • સ્થાનિકો લોકોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને શ્રમિકોને બચાવ્યા

અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વિરમગામ પંથકમા ઉપરવાસમાં વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઘણા લોકો આ વરસાદી પાણીમાં ફસાઈ જવાની માહિતી મળી છે.

સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરની મદદથી આ અસરગ્રસ્તોને બહાર કાઢ્યા

વિરમગામ બાયપાસ રોડ પર સોકલી SRP કેમ્પ પાસે 50થી વધુ શ્રમિકો વરસાદી પાણીમાં ભરાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરની મદદથી આ અસરગ્રસ્તોને બહાર કાઢ્યા અને હાલમાં તેમને તેમના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉપરવાસના વરસેલા ભારે વરસાદથી સોકલી SRP કેમ્પ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં ગાબડું પડયું

વિરમગામ પંથકમાં ઉપરવાસના ભારે વરસાદના પાણી તાલુકામા ભંટાતા તારાજી સર્જાઈ છે. વિરમગામ તાલુકમાં સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાં ગાબડુ પડતા નાની કુમાદ ગામ પાસે કાચી કેનાલમાં પાણી પહોંચ્યા છે. વિરમગામ નાની કુમાદ, મોટી કુમાદ સહિત ગામોમાં રસ્તાઓ, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ વિરમગામ તાલુકાના ઓગણ ગામે બંધનો પાળો તુટી જવાથી રોડ સહિત ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

અમદાવાદ બાયપાસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા, લાંબો ટ્રાફિકજામ સર્જાયો

ઉલ્લેખનીય છે કે વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાવવાના કારણે રોડ પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વિરમગામ સોકલી ગામ પાસે પાણી ભરાયાં છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ આપવામાં આવ્યું છે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.