Junagadh: ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો! સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય

સેશન્સ કોર્ટમાં હતી જામીન અરજી અંગે સુનાવણી વિવિધ મુદ્દાઓને ધ્યાન રાખી કોર્ટે જામીન કર્યા નામંજૂર જામીન નામંજૂર થતા ગણેશ જાડેજાની મુશ્કેલી વધી જૂનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપહરણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. જાડેજાને હજુ જેલમાં રહેવું પડશે. જૂનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતુ. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતોજેમાં ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ તેના કેટલાક લોકો સાથે મળીને સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અપહરણ, એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો આ મામલે આ કેસમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Junagadh: ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો! સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેશન્સ કોર્ટમાં હતી જામીન અરજી અંગે સુનાવણી
  • વિવિધ મુદ્દાઓને ધ્યાન રાખી કોર્ટે જામીન કર્યા નામંજૂર
  • જામીન નામંજૂર થતા ગણેશ જાડેજાની મુશ્કેલી વધી

જૂનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપહરણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. જાડેજાને હજુ જેલમાં રહેવું પડશે.

જૂનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતુ.

એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો

જેમાં ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાએ તેના કેટલાક લોકો સાથે મળીને સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અપહરણ, એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો

આ મામલે આ કેસમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.