Viramgamમાં જાહેરમાં પાઈપ અને ધોકા લઈને ફરનાર અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું ભાન
અમદાવાદના ગ્રામય વિસ્તાર વિરમગામમાં જાહેરમાં રોડ પર પાઈપ અને ધોકા લઈને ફરનાર અસામાજીક તત્વોને પોલીસે ભાન કરાવ્યું છે.તોફાની તત્વોને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પોલીસે જયદીપસિંહ જાડેજા, રાજદીપ શુક્લ,સચિન ઠાકોર નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.જાહેરનામાના ભંગનો નોંધ્યો ગુનો વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.ત્રણેય આરોપીઓ બજારમાં ખુલ્લેઆમ ધોકા અને પાઈપ લઈને ફરતા હતા,જેને લઈ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.આરોપીઓ લોકોમાં ડરનો માહોલ ફેલાવતા હતા,તોફાની તત્વોને જાહેર બજારમા ચલાવીને માફી મંગાવી હતી. શહેરના ગોલવાડી દરવાજા પાસેથી લોખંડની પાઇપ અને ધોકા પોલીસે જપ્ત કર્યા છે અને આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવુ જરૂરી વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી તેને લઈ પોલીસે બંધ બેસતો દાખલો બેસાડયો છે.આરોપીઓ જાહેરમાં ધોકા અને પાઈપો લઈને ફરતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,લોકોને આ આરોપીઓ ધમકાવી અને ડરાવી રહ્યાં હતા,જેને લઈ પોલીસને આ વાતની ખબર પડી હતી,પોલીસે મોકો જોઈને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી ધોકા મળી આવ્યા હતા,તો અગામી સમયમાં આરોપીઓ ફરીથી આવી વસ્તુઓ હાથમાં રાખે નહી તેને લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આવા અસામાજીક તત્વો બેફામ બને છે લોકોમાં રૌફ જમાવી ધાક ધમકી આપી હેરાનગતિ કરવી અને વિસ્તારમાં લોકો પોતાને ઓળખે તેને લઈ આરોપીઓ દ્રારા અનેક નાટકો કરવામાં આવતા હોય છે પરંતુ પોલીસ અને કાયદાની સામે આવા આરોપીઓનું કઈ ચાલતું નથી,ત્યારે વિરમગામ પોલીસે આવા ત્રણ અસામાજીક તત્વોને ઝડપી કાર્યવાહી હાથધરી છે,તો બીજા આવા જે અસામાજીક તત્વો હતો તે વિરમગામ છોડીને ફરાર થઈ ગયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ગ્રામય વિસ્તાર વિરમગામમાં જાહેરમાં રોડ પર પાઈપ અને ધોકા લઈને ફરનાર અસામાજીક તત્વોને પોલીસે ભાન કરાવ્યું છે.તોફાની તત્વોને જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પોલીસે જયદીપસિંહ જાડેજા, રાજદીપ શુક્લ,સચિન ઠાકોર નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
જાહેરનામાના ભંગનો નોંધ્યો ગુનો
વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.ત્રણેય આરોપીઓ બજારમાં ખુલ્લેઆમ ધોકા અને પાઈપ લઈને ફરતા હતા,જેને લઈ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.આરોપીઓ લોકોમાં ડરનો માહોલ ફેલાવતા હતા,તોફાની તત્વોને જાહેર બજારમા ચલાવીને માફી મંગાવી હતી. શહેરના ગોલવાડી દરવાજા પાસેથી લોખંડની પાઇપ અને ધોકા પોલીસે જપ્ત કર્યા છે અને આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવુ જરૂરી
વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી તેને લઈ પોલીસે બંધ બેસતો દાખલો બેસાડયો છે.આરોપીઓ જાહેરમાં ધોકા અને પાઈપો લઈને ફરતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,લોકોને આ આરોપીઓ ધમકાવી અને ડરાવી રહ્યાં હતા,જેને લઈ પોલીસને આ વાતની ખબર પડી હતી,પોલીસે મોકો જોઈને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી ધોકા મળી આવ્યા હતા,તો અગામી સમયમાં આરોપીઓ ફરીથી આવી વસ્તુઓ હાથમાં રાખે નહી તેને લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આવા અસામાજીક તત્વો બેફામ બને છે
લોકોમાં રૌફ જમાવી ધાક ધમકી આપી હેરાનગતિ કરવી અને વિસ્તારમાં લોકો પોતાને ઓળખે તેને લઈ આરોપીઓ દ્રારા અનેક નાટકો કરવામાં આવતા હોય છે પરંતુ પોલીસ અને કાયદાની સામે આવા આરોપીઓનું કઈ ચાલતું નથી,ત્યારે વિરમગામ પોલીસે આવા ત્રણ અસામાજીક તત્વોને ઝડપી કાર્યવાહી હાથધરી છે,તો બીજા આવા જે અસામાજીક તત્વો હતો તે વિરમગામ છોડીને ફરાર થઈ ગયા હતા.