Vijay Rupaniનું પૈતૃક ગામ ચણાકા, સ્થાનિકોએ કહ્યું, મંદિર માટે ખૂબ વિકાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામ જે વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે ત્યાં પણ લોકો દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
રૂપાણીએ આરસની ઉપર મૂર્તિ કંડારીને અહીં સ્થાપના કરી હતી
જુનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકાના ચણાકા વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે, જ્યાં વિજય રૂપાણીના કુળદેવી અને સુરાપુરાનું સ્થાનક છે અને તેમના પરિવારનો અતૂટ સંબંધ છે તે ગામમાં આ સમાચાર સાંભળતા જ શોકની લાગણી ફેલાઈ હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ સંવેદનશીલ અને ભગવાનમાં આસ્થા ધરાવતા હતા તેમજ તેમના કુળદેવી અને સુરાપુરાના મંદિર માટે ખૂબ જ ચિંતા કરતા હતા અને તેમણે આ બંને મંદિરોનો ખૂબ જ મોટો વિકાસ પણ કર્યો છે, પોતાના કુળદેવી અંબા માતાજીના મંદિર માટે અબુધાબીથી મજૂરોને બોલાવવામાં આવ્યા અને તેમને આરસની ઉપર મૂર્તિ કંડારીને અહીં સ્થાપના કરી હતી.
અકાળે અવસાન થતા ગામમાં શોકનો માહોલ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જીવનમાં પ્રથમવાર એક સાથે બે દિવસ સુધી 11-11 કલાક બેસીને પૂજા અર્ચના કરી હતી. આ મંદિર સાથે તેનો અતૂટ નાતો છે અને તેઓ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હતા તેમને આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે જે સીડી ચડી ન શકે તો લિફ્ટ બનાવવાની પણ તૈયારી બતાવી હતી અને તેમનું સપનું હતું., પોતે લંડનથી પરત આવીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાના હતા, તેમના ગુરુ અને મંદિરના મહંત સાથે અવારનવાર ટેલીફોનિક વાત કરી અને પ્રોજેક્ટ અંગે માહિતીઓ એકત્રિત કરવાનું પણ કહેતા હતા, તેમનું અકાળે અવસાન થતાની સાથે જ આ સપના તેમનો આખરી સપના બનીને રહી ગયા.
What's Your Reaction?






