Vigilance Commission Report: ACBની ઘોર નિષ્ફળતા! રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Oct 3, 2026 - 19:30
Vigilance Commission Report: ACBની ઘોર નિષ્ફળતા! રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરતી એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી સામે તકેદારી આયોગના તાજેતરના રિપોર્ટે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 6 વર્ષમાં કોર્ટમાં ચાલતા લાખો-કરોડોના ભ્રષ્ટાચારના કેસોમાં એસીબીનું કન્વીક્શન રેટ (ગુના સાબિત કરાવવાનો દર) અત્યંત નબળો રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

કોર્ટમાં 536માંથી 351 કેસ સાબિત ન થઈ શક્યા

રિપોર્ટ અનુસાર, છેલ્લા 6 વર્ષમાં કોર્ટમાં ચાલતા કુલ 536 કેસો પૈકી 351 કેસો કોર્ટમાં સાબિત જ ન થઈ શક્યા, જ્યારે એસીબી માત્ર 185 કેસ જ કોર્ટમાં સાબિત કરી શકી છે. આ ઉપરાંત 8 કેસોમાં આરોપીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે, જે તપાસ એજન્સીની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

6 વર્ષમાં સફળ અને નિષ્ફળ ટ્રેપના આંકડા

વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં ટ્રેપની સંખ્યા અને તેની સફળતા-નિષ્ફળતાની વિગતો...

કુલ 6 વર્ષમાં 1047 સફળ ટ્રેપ થઈ છે, જ્યારે તેની સામે 739 ટ્રેપ નિષ્ફળ રહી છે.

વર્ષ વાર સફળ અને નિષ્ફળ ટ્રેપના આંકડા

2020: સફળ કેસ - 145 | નિષ્ફળ કેસ - 107

2021: સફળ કેસ - 138 | નિષ્ફળ કેસ - 124

2022: સફળ કેસ - 168 | નિષ્ફળ કેસ - 75

2023: સફળ કેસ - 194 | નિષ્ફળ કેસ - 113

2024: સફળ કેસ - 209 | નિષ્ફળ કેસ - 147

2025: સફળ કેસ - 193 | નિષ્ફળ કેસ - 173

વર્ષ 2024 અને 2025ના ભ્રષ્ટાચારના કેસોની વિગત

વર્ષ 2024: એસીબીએ 349 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા. જેમાં વર્ગ-1 ના 17 કર્મચારીઓ, વર્ગ-2 ના 39, વર્ગ-3 ના 136, વર્ગ-4 ના 6 અને 151 ખાનગી આરોપીઓ સામે ગુના નોંધાયા હતા. કુલ 231 ગુનાઓ પૈકી 186 ટ્રેપ, 23 ડીકોય, 12 આવક કરતા વધુ સંપત્તિ અને 10 અન્ય કેસો સામેલ હતા.

વર્ષ 2025: એસીબીએ 310 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા. જેમાં વર્ગ-1 ના 13 કર્મચારીઓ, વર્ગ-2 ના 35, વર્ગ-3 ના 134, વર્ગ-4 ના 5 અને 123 ખાનગી આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી. કુલ 213 ગુનાઓ પૈકી 174 ટ્રેપ, 19 ડીકોય, 16 આવક કરતા વધુ સંપત્તિ અને 4 અન્ય કેસો નોંધાયા હતા.

ચાર્જશીટ અને કોર્ટમાં કેસ સાબિત થવાની સ્થિતિ

છેલ્લા 6 વર્ષમાં એસીબી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને કોર્ટમાં ગુના સાબિત થયા કે નહીં તેના ચોંકાવનારા આંકડા નીચે મુજબ છે:

Vigilance Commission Report Questions ACB's Performance in Gujarat

આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે એસીબી ભ્રષ્ટાચારના કેસો પકડવામાં ભલે સક્રિય દેખાતી હોય, પરંતુ કાનૂની લડાઈ અને પુરાવા સાબિત કરવામાં મોટાપાયે કાચી પડી રહી છે.


આ પણ વાંચો: Gandhinagar News: આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા! પામોલીન તેલ અને કેમિકલથી બનતી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0