VIDEO: સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા. આજે રવિવાર (29 જૂન) રજાનો દિવસ હોવાથી યુવાનો ક્રિકેટ રમવા માટે શહેરના ક્રિકેટ બોક્સમાં ગયા હતા. ત્યારે ક્રિકેટ બોક્સનો શેડ પવનના કારણે ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ધ ડોટબોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થવાથી ક્રિકેટ રમવા આવેલા યુવાનો માંડ-માંડ બચ્યા હતા અને અન્ય યુવાનોને બચાવવા માટે શેડ પકડીને ઊભા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
What's Your Reaction?






