VIDEO: ભાવનગરમાં ભારે વરસાદ, તલગાજરડા બેટમાં ફેરવાયું, 40 લોકોનું રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Heavy rain in Bhavnagar: ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






