Veravalમાં પાલિકાતંત્રની બેદરકારી, વરસાદી પાણીના નિકાલ માટે ગટર ખોદી પણ ઢાંકવામાં લાલિયાવાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વેરાવળ શહેરના રેયોન હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારીને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટરનું કામ છેલ્લા 15 દિવસથી અટકી પડ્યું છે. આ ગટર લગભગ પાંચ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંડી છે. સ્થાનિકોને ગટર ઓળંગવા માટે પાટિયાનો ઉપયોગ કરવો પડે છે.
ગટરમાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે રહેવું મુશ્કેલ બન્યું
ત્યારે ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં બાળકો અને વૃદ્ધો માટે આ ખુલ્લી ગટર મોટું જોખમ બની ગઈ છે. સ્થાનિક રહેવાસી વિજયાબેન ફોફંડીના જણાવ્યા મુજબ ગટરમાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. કેટલાક રહેવાસીઓ અન્ય સ્થળે ભાડાના મકાન શોધી રહ્યા છે. અહીંના રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા તંત્ર અને કોન્ટ્રાકટરના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર મૌલિક વંશના જણાવ્યા મુજબ રેયોન હાઉસિંગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે 14 લાખના ખર્ચે બોક્સ ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
જોખમી ગટર સ્થળે સુરક્ષા માટે પવડી શાખાને તાકીદ કરી દેવામાં આવી
ગત 23 જૂનના રોજ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ વરસાદના કારણે કામ અટકી ગયું છે. કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી આગામી પાંચ દિવસમાં કામ શરૂ કરવા તેમજ જોખમી ગટર સ્થળે સુરક્ષા માટે પવડી શાખાને તાકીદ કરી દેવામાં આવી છે. જો કે કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન સ્થાનિકો અકસ્માતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને પાલિકા તંત્ર પાસે ઝડપી નિરાકરણની માગ કરી રહ્યા છે.
What's Your Reaction?






