Veraval: લઘુતમ વેતનની માગ સાથે આશાવર્કરોનો અનોખો વિરોધ
આશાવર્કરોએ પ્રવીણ રામને પણ બાંધી રાખડી આશા વર્કરોએ નવા યુનિયનની કરી સ્થાપના રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની કરી સ્થાપના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આશા બહેનોનો સરકાર સમક્ષ નવતર વિરોધ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન નિમિત્તે મુખ્યમંત્રીને રાખડી મોકલી લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી છે. આશા બહેનો એ આંદોલનકારી પ્રવીણ રામને પણ રાખડી બાંધી હતી. આશા બહેનોના નવા યુનિયનની સ્થાપના કરવામાં આવી છે. સોમનાથની ધરતી પરથી રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની ઘોષણા કરવામાં આવી હતી. આ યુનિયનના નેજા હેઠળ આશા બહેનો સરકાર સામે લડત ચલાવશે. મોરબીમાં આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોએ વિરોધ ઉઠાવ્યો હતો મોરબી કલેક્ટર કચેરીના પરિસરમાં મોરબીની આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કર્યા હતા. વર્કરોએ સૂત્રોચ્ચાર કરીને ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘વય મર્યાદા દૂર કરો’, ‘પેન્શન યોજના ચાલુ કરો’, ‘કાયમી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, 2018 બાદ માનદ વેતનમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી રહી છે તેમ છતાં 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. સાથે જ આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના 496 રૂપિયા લેખે લઘુતમ વેતન ચુકવવામાં આવે.. જો તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટે સમગ્ર ભારતમાં હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બોટાદના આશાવર્કર બહેનોની વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્રબોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યની કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માંગણી કરી હતી. ગુજરાતમાં આશા ફેસીલેટર બહેનોની સરકાર પાસે અનેક વિવિધ માંગણીઓ બાકી છે. થોડા દિવસ પહેલાં ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આશા ફેસીલેટર બહેનો એકત્ર થઈ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતાં બોટાદની આશાવર્કર બહેનોની વિવિધ પડતર માંગણીઓને લઈ બોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માંગણી કરી હતી.આજરોજ બોટાદ જિલ્લાની 250 જેટલી આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓ એકત્ર થઈ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવા પહોચ્યાં હતા. પરંતુ ધારાસભ્ય હાજર ન હોવાથી આશાબહેનોએ ધારાસભ્યની કાર્યાલય ખાતે પહોંચી કાર્યલય ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આશા ફેસીલેટર બહેનોની પડતર માંગણીઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને વિધાનસભામાં આ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે. જો આગામી દિવસોમાં વિવિધ પડતર માંગણી મુજબ સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખની છે કે, આશાવર્કર બહેનો માટે એક વર્ષ પહેલાં પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો તે મળ્યો નથી, કાયમી કરવાની પણ માંગણી છે, અલ્પ શિક્ષિત બહેનોને ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓને ઓનલાઇન કામથી અળગા રાખવામાં આવે તેમજ સરકારી અન્ય કામગીરીમાં ફરજિયાત જોડાવાથી મુક્તિ આપવામાં આવે. જેવી અનેક વિવિધ માંગણીઓ સરકાર પાસે પડતર છે, જેનો કોઈ નિર્ણય લેવાયો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આશાવર્કરોએ પ્રવીણ રામને પણ બાંધી રાખડી
- આશા વર્કરોએ નવા યુનિયનની કરી સ્થાપના
- રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની કરી સ્થાપના
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આશા બહેનોનો સરકાર સમક્ષ નવતર વિરોધ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન નિમિત્તે મુખ્યમંત્રીને રાખડી મોકલી લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી છે.
આશા બહેનો એ આંદોલનકારી પ્રવીણ રામને પણ રાખડી બાંધી હતી. આશા બહેનોના નવા યુનિયનની સ્થાપના કરવામાં આવી છે. સોમનાથની ધરતી પરથી રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનની ઘોષણા કરવામાં આવી હતી. આ યુનિયનના નેજા હેઠળ આશા બહેનો સરકાર સામે લડત ચલાવશે.
મોરબીમાં આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોએ વિરોધ ઉઠાવ્યો હતો
મોરબી કલેક્ટર કચેરીના પરિસરમાં મોરબીની આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કર્યા હતા. વર્કરોએ સૂત્રોચ્ચાર કરીને ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘વય મર્યાદા દૂર કરો’, ‘પેન્શન યોજના ચાલુ કરો’, ‘કાયમી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, 2018 બાદ માનદ વેતનમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી રહી છે તેમ છતાં 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. સાથે જ આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના 496 રૂપિયા લેખે લઘુતમ વેતન ચુકવવામાં આવે.. જો તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટે સમગ્ર ભારતમાં હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બોટાદના આશાવર્કર બહેનોની વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર
બોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યની કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માંગણી કરી હતી. ગુજરાતમાં આશા ફેસીલેટર બહેનોની સરકાર પાસે અનેક વિવિધ માંગણીઓ બાકી છે. થોડા દિવસ પહેલાં ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આશા ફેસીલેટર બહેનો એકત્ર થઈ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતાં બોટાદની આશાવર્કર બહેનોની વિવિધ પડતર માંગણીઓને લઈ બોટાદ જિલ્લા આશાવર્કર બહેનોનાં પ્રતિનિધિ દ્વારા બોટાદના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવા માંગણી કરી હતી.
આજરોજ બોટાદ જિલ્લાની 250 જેટલી આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓ એકત્ર થઈ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવા પહોચ્યાં હતા. પરંતુ ધારાસભ્ય હાજર ન હોવાથી આશાબહેનોએ ધારાસભ્યની કાર્યાલય ખાતે પહોંચી કાર્યલય ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આશા ફેસીલેટર બહેનોની પડતર માંગણીઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને વિધાનસભામાં આ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે. જો આગામી દિવસોમાં વિવિધ પડતર માંગણી મુજબ સરકાર યોગ્ય નિર્ણય નહી લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ઉલ્લેખની છે કે, આશાવર્કર બહેનો માટે એક વર્ષ પહેલાં પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો તે મળ્યો નથી, કાયમી કરવાની પણ માંગણી છે, અલ્પ શિક્ષિત બહેનોને ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓને ઓનલાઇન કામથી અળગા રાખવામાં આવે તેમજ સરકારી અન્ય કામગીરીમાં ફરજિયાત જોડાવાથી મુક્તિ આપવામાં આવે. જેવી અનેક વિવિધ માંગણીઓ સરકાર પાસે પડતર છે, જેનો કોઈ નિર્ણય લેવાયો નથી.