Vadodaraમાં કોર્પોરેશન એક્શન મોડમાં, સતત છઠ્ઠા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત
વડોદરામાં કોર્પોરેશનની ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે કોર્પોરેશનના દબાણ શાખાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે કેટલાક દબાણો દૂર કર્યા છે.રોડ અને ફૂટપાથ પર આવેલા હંગામી દબાણો કર્યા દૂર સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના દબાણો પર કોર્પોરેશનની ટીમે સપાટો બોલાવ્યો છે. રોડ અને ફૂટપાટ પર આવેલા હંગામી દબાણોને દબાણ શાખાની ટીમે દુર કર્યા છે. ઓટલા, શેડ અને લારીઓ મળીને કુલ ત્રણથી ચાર ટ્રક જેટલો સામાન કબજે પણ કર્યો છે. દબાણની કામગીરીમાં પોલીસ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી દબાણ કરતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ વડોદરામાં સતત ડિમોલિશનની કામગીરીથી કેટલાક લોકો પરેશાન પણ થઈ ચૂક્યા છે. ડિમોલિશનને લઈ સ્થાનિક લોકોએ કેટલીક જગ્યાએ હોબાળો પણ મચાવ્યો છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. ત્યારે દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં દબાણનું કામ અવરોધનારા 10 લોકોની ધરપકડ ગઈકાલે જ વડોદરામાં દબાણનું કામ અવરોધનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નવાપુરા પોલીસે 10 આરોપીઓની કામમાં અડચણરૂપ બનવા બદલ ધરપકડ કરી હતી. મહેબુબપુરામાં પાલિકાએ દબાણો હટાવ્યા હતા અને દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઝપાઝપી પણ કરી હતી. આરોપીઓ પાલિકાની ટીમ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી પાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં કોર્પોરેશનની ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે કોર્પોરેશનના દબાણ શાખાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે કેટલાક દબાણો દૂર કર્યા છે.
રોડ અને ફૂટપાથ પર આવેલા હંગામી દબાણો કર્યા દૂર
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના દબાણો પર કોર્પોરેશનની ટીમે સપાટો બોલાવ્યો છે. રોડ અને ફૂટપાટ પર આવેલા હંગામી દબાણોને દબાણ શાખાની ટીમે દુર કર્યા છે. ઓટલા, શેડ અને લારીઓ મળીને કુલ ત્રણથી ચાર ટ્રક જેટલો સામાન કબજે પણ કર્યો છે. દબાણની કામગીરીમાં પોલીસ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી દબાણ કરતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ
વડોદરામાં સતત ડિમોલિશનની કામગીરીથી કેટલાક લોકો પરેશાન પણ થઈ ચૂક્યા છે. ડિમોલિશનને લઈ સ્થાનિક લોકોએ કેટલીક જગ્યાએ હોબાળો પણ મચાવ્યો છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. ત્યારે દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં દબાણનું કામ અવરોધનારા 10 લોકોની ધરપકડ
ગઈકાલે જ વડોદરામાં દબાણનું કામ અવરોધનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નવાપુરા પોલીસે 10 આરોપીઓની કામમાં અડચણરૂપ બનવા બદલ ધરપકડ કરી હતી. મહેબુબપુરામાં પાલિકાએ દબાણો હટાવ્યા હતા અને દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઝપાઝપી પણ કરી હતી. આરોપીઓ પાલિકાની ટીમ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસથી પાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે.