Vav: શંકરભાઈ શાસકપક્ષના ધારાસભ્ય છે એટલે વિકાસના કામો થયા છે: શંકરભાઈ ચૌધરી
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ત્રણેય ઉમેદવારો દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે. અને ચૌધરી સમાજની સાથે અન્ય સમાજનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શંકરભાઈ ચૌધરીએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે, કેનાલ અને હોસ્પિટલનું કામ ભાજપે કર્યું છે. શંકરભાઈ અપક્ષના ઉમેદવાર હોત તો કામ ન કરી શક્યા હોત. પત્ર લખવા એ કંઈ મોટી વસ્તુ નથી, એ તો ગામના સરપંચ પણ લખી શકે. સુખ-દુ:ખમાં તમારા સહયોગથી ઘણું બધુ કામ તમારા સહયોગથી થઈ શક્યું છે. આ ધરતી પર નર્મદાના પાણીને લાવવા માટે અહીંયાથી કેટલાય વડીલો મારી સાથે સરવે કરવા માટે, પાણી છોડાવવા માટે બધા મહેનત કરતા હતા. આપણે બધાએ ભેગા થઈને આ ધરતી પર પાણી પહોંચાડ્યું છે. આ ધરતીને લીલી અને હરિયાળી કરવાનું કામ આપણે બધા કરી શક્યા છીએ. અહીંયા જેટલા પણ કામો થયા છે તે તમામ કામ એટલે થયા છે કેમ કે હું શાસક પક્ષનો ધારાસભ્ય છું એટલે. ગૌવંશ પ્રતિબંધનો કાયદો ક્યારે આવ્યો: શંકરભાઈ ચૌધરી શંકરભાઈએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સરકાર આવી અને નરેન્દ્રભાઇ સીએમ હતા ત્યારે ગૌવંશની હત્યા માટે સજાનો કાયદો આવ્યો. ગૌમાતાને સાચવવાનું કામ આ સમાજે કર્યું છે. આ બીજેપી સરકારને અભિનંદન આપવાના છે. ગૌ શાળામાં રોજના 30 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. વાતો કરવા વાળા જોઈએ એક વખત તમે શું કર્યું છે કે ગૌ શાળામાં કાઈ આપ્યું હોય તો કહો, ગૌ માતા માટે વાત કરવાનો અધિકાર અહી બેઠેલાને જ છે. ગાયો પાકિસ્તાન જતી હતી કસાઈ પાસે તેને ગોવાભાઈ એ રોકી છે. મારે ઇતિહાસ એટલે યાદ કરવો પડે છે કે તેમણે ગાયોને બોર્ડર પાર જતા રોકી છે એટલે મારે આ વાત કરવી પડે છે. મને ખૂબ રાજીપો થયો અને મને ચૂંટણીમાં જીતાડીને મોકલ્યો હતો અને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને વિજયી બનાવ્યો. અરજણભાઈ નથી ઠાકરશીભાઈ અહીં નથી પણ એના પરિવારમાંથી છે અહીં એ બંનેને પણ યાદ કરું છું. રબારીનાં છોકરાઓને બધી ખબર પડે. તમારા ચહેરા જોઈને લાગે છે કે તમે નિર્ણય કરી લીધો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ત્રણેય ઉમેદવારો દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે. અને ચૌધરી સમાજની સાથે અન્ય સમાજનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
શંકરભાઈ ચૌધરીએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે, કેનાલ અને હોસ્પિટલનું કામ ભાજપે કર્યું છે. શંકરભાઈ અપક્ષના ઉમેદવાર હોત તો કામ ન કરી શક્યા હોત. પત્ર લખવા એ કંઈ મોટી વસ્તુ નથી, એ તો ગામના સરપંચ પણ લખી શકે. સુખ-દુ:ખમાં તમારા સહયોગથી ઘણું બધુ કામ તમારા સહયોગથી થઈ શક્યું છે. આ ધરતી પર નર્મદાના પાણીને લાવવા માટે અહીંયાથી કેટલાય વડીલો મારી સાથે સરવે કરવા માટે, પાણી છોડાવવા માટે બધા મહેનત કરતા હતા. આપણે બધાએ ભેગા થઈને આ ધરતી પર પાણી પહોંચાડ્યું છે. આ ધરતીને લીલી અને હરિયાળી કરવાનું કામ આપણે બધા કરી શક્યા છીએ. અહીંયા જેટલા પણ કામો થયા છે તે તમામ કામ એટલે થયા છે કેમ કે હું શાસક પક્ષનો ધારાસભ્ય છું એટલે.
ગૌવંશ પ્રતિબંધનો કાયદો ક્યારે આવ્યો: શંકરભાઈ ચૌધરી
શંકરભાઈએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સરકાર આવી અને નરેન્દ્રભાઇ સીએમ હતા ત્યારે ગૌવંશની હત્યા માટે સજાનો કાયદો આવ્યો. ગૌમાતાને સાચવવાનું કામ આ સમાજે કર્યું છે. આ બીજેપી સરકારને અભિનંદન આપવાના છે. ગૌ શાળામાં રોજના 30 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. વાતો કરવા વાળા જોઈએ એક વખત તમે શું કર્યું છે કે ગૌ શાળામાં કાઈ આપ્યું હોય તો કહો, ગૌ માતા માટે વાત કરવાનો અધિકાર અહી બેઠેલાને જ છે. ગાયો પાકિસ્તાન જતી હતી કસાઈ પાસે તેને ગોવાભાઈ એ રોકી છે. મારે ઇતિહાસ એટલે યાદ કરવો પડે છે કે તેમણે ગાયોને બોર્ડર પાર જતા રોકી છે એટલે મારે આ વાત કરવી પડે છે. મને ખૂબ રાજીપો થયો અને મને ચૂંટણીમાં જીતાડીને મોકલ્યો હતો અને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને વિજયી બનાવ્યો. અરજણભાઈ નથી ઠાકરશીભાઈ અહીં નથી પણ એના પરિવારમાંથી છે અહીં એ બંનેને પણ યાદ કરું છું. રબારીનાં છોકરાઓને બધી ખબર પડે. તમારા ચહેરા જોઈને લાગે છે કે તમે નિર્ણય કરી લીધો છે.