Vav-Tharad: સગા ભત્રીજાએ દસ્તાવેજોનો દુરુપયોગ કરી 72.80 લાખના વ્યવહારો કર્યા, સુરત પોલીસની નોટિસથી ભાંડો ફૂટ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને લાખણી તાલુકાના લવાણા ગામે રહેતા એક નિર્દોષ શ્રમિક યુવક સાથે તેના જ કુટુંબી ભત્રીજા ગોપી ચૌહાણે બહુ મોટી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી ગોપી ચૌહાણે શ્રમિક યુવકને લોન અપાવવાના અને તેનો CIBIL (સિબિલ) સ્કોર ચેક કરાવવાના બહાને વિશ્વાસમાં લીધો હતો.
ભત્રીજાએ છેતરપિંડી આચરી
બનાસ બેંકની ડુચકવાડા શાખામાં ખોલાવ્યું ખાતું
આ બાહના હેઠળ ગોપી ચૌહાણે શ્રમિકના ઓળખકાર્ડના દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોનો દુરુપયોગ કરી આરોપીએ 22 મે, 2026ના રોજ બનાસ બેંકની ડુચકવાડા શાખામાં ફરિયાદી શ્રમિકના નામે બોગસ/નકલી બેંક ખાતું ખોલાવી દીધું હતું. આ ખાતું ખુલ્યા બાદ ટૂંક જ સમયમાં તેમાં અધધ રૂ. 72,80,013 જમા થયા હતા અને તેમાંથી રૂ. 72,78,218 જેટલી રકમ ઉપાડી પણ લેવામાં આવી હતી. આટલી મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.
સાયબર નોટિસ અને પોલીસ કાર્યવાહી
આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન તરફથી સાયબર ફ્રોડ કેસ સંદર્ભે લવાણાના શ્રમિક યુવકને સત્તાવાર નોટિસ મળતા જ તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાના નામે કોઈ ખાતું જ ન હોવા છતાં આટલા મોટા નાણાકીય વ્યવહારો જોઈ યુવકે તપાસ કરી તો ભત્રીજા ગોપી ચૌહાણનું કારસ્તાન બહાર આવ્યું હતું. આ મામલે યુવકે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ભત્રીજા સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: AMC ના ચોપડે 19,746 પેટ ડોગ અને 189 બિલાડીઓ નોંધાઈ, લેબ્રાડોર બન્યા અમદાવાદીઓની પહેલી પસંદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

