Vav -Tharad: પરીક્ષા આપ્યા વગર ધો-10 પાસ ને મિનિટોમાં ડુપ્લિકેટ RC બુક! સરહદી લાખણીમાં નકલી દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું

Nov 3, 2026 - 13:30
Vav -Tharad: પરીક્ષા આપ્યા વગર ધો-10 પાસ ને મિનિટોમાં ડુપ્લિકેટ RC બુક! સરહદી લાખણીમાં નકલી દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ-થરાદ પંથક હેઠળ આવતા લાખણીમાંથી સરકારી તંત્ર અને શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દેતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાખણી ખાતે આવેલી બે ખાનગી કમ્પ્યુટર ઓફિસો પર એકસાથે ઓચિંતા દરોડા પાડીને બોગસ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી જેવું નેટવર્ક ઝડપી પાડ્યું છે.

બોગસ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી જેવું નેટવર્ક

અહીં ઓનલાઈન લિંક અને સોફ્ટવેરની મદદથી વાહનોની ડુપ્લિકેટ આરસી (RC) બુક, કોઈપણ પરીક્ષા આપ્યા વગર ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10ની નકલી માર્કશીટો તેમજ તાલીમ વિનાના બોગસ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ્સ બનાવવામાં આવતા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા શામળાભાઈ રબારી, મુકેશભાઈ માજીરાણા અને એક સગીર સહિત ત્રણ લોકો સામે કાયદેસરનો ગુનો નોંધી કમ્પ્યુટર સાધનો સહિત ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓનલાઈન લિંકથી ડુપ્લિકેટ RC બુક અને નકલી માર્કશીટનો કાળો કારોબાર

આરોપીઓ વિવિધ ઓનલાઈન લિંક્સ અને એડિટિંગ સોફ્ટવેરની મદદથી આરટીઓ (RTO) જેવી જ દેખાતી વાહનોની ડુપ્લિકેટ અને બોગસ આરસી બુક તૈયાર કરી આપતા હતા. ચોરીના વાહનો કે લોન ડિફોલ્ટ થયેલા વાહનો માટે આ પ્રકારની આરસી બુકનો ઉપયોગ થતો હોવાની આશંકા છે. વિદ્યાર્થીઓ કે નોકરીવાંચ્છુઓ પાસેથી મોટી રકમો ખંખેરીને કોઈપણ પરીક્ષા આપ્યા વગર ધોરણ-10ની બોર્ડની નકલી માર્કશીટો બનાવી આપવામાં આવતી હતી.ધોરણ-10ની બોર્ડની નકલી માર્કશીટો બનતી

વિવિધ નોકરીઓ અને ડ્રાઈવિંગ લાઈસન્સમાં જરૂરી એવા ફર્સ્ટ એઈડ (પ્રાથમિક સારવાર) ના સર્ટિફિકેટ પણ કોઈપણ પ્રકારની અધિકૃત ટ્રેનિંગ કે ટેસ્ટ આપ્યા વિના પૈસા લઈને સીધા ઇશ્યૂ કરી દેવાતા હતા. આરોપીઓ જરૂરિયાતમંદ લોકો અને ગ્રાહકોની લાચારીનો ગેરલાભ ઉઠાવી એક-એક બોગસ દસ્તાવેજ પેટે હજારો રૂપિયાની તોતિંગ રકમ વસૂલતા હોવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.3સામે ગુનો દાખલ: 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત

મુદ્દામાલ સીઝ: LCB પોલીસે બંને કમ્પ્યુટર સેન્ટર પરથી સીપીયુ (CPU), મોનિટર, પ્રિન્ટર્સ, સ્કેનર્સ, બોગસ લેમિનેશન પેપર્સ અને ડિજિટલ ફાઈલો સહિત કુલ ₹1,20,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે શામળાભાઈ રબારી, મુકેશભાઈ માજીરાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઊભા કરવા (ચીટિંગ અને ફોર્જરી) સહિતની આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ નકલી માર્કશીટો અને સર્ટિફિકેટ્સના આધારે કોઈએ સરકારી કે અર્ધ-સરકારી નોકરી મેળવી છે કે કેમ, તેમજ આ નેટવર્કમાં આરટીઓ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના કોઈ વચેટીયા સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Navsari: ‘ભગવાન વિપક્ષને સદબુદ્ધિ આપે!’ વિકાસ કાર્યોમાં રાજકીય રોડાં અટકાવવા હર્ષ સંઘવીની ખુલ્લી ટકોર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0