Vav By Election: માવજી પટેલની એન્ટ્રીથી જામશે ત્રિપાંખીયો જંગ, કોણ મારશે બાજી?
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ઝંપલવતા ત્રિપાંખીયો જંગ ખેલાશે. કોંગ્રેસના કબજામાં રહેલ વાવની સીટ જીતવા માટે ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ એડીચોટીનું જોર લગાવશે. જો કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણી રસાકસીભરી બનતા સમગ્ર ગુજરાતની નજર વાવની પેટાચૂંટણી ઉપર મંડાઈ છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વાવ વિધાનસભાની સીટ ભાજપ-કોંગ્રેસના ફાળે જાય છે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ બાજી મારે છે.અંતિમ દિવસે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચયા વાવ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સહિત અપક્ષ મળી 15 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 5 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચયા હતા. હવે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં છે. પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે જંગ 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે વાવ વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિત 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત તેમજ અપક્ષ માવજી પટેલ વચ્ચે ત્રીપાંખીયો જંગ જામશે. જેને લઈને વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે: માવજી પટેલ જો કે, ચૌધરી સમાજના આગેવાન અને ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલને ભાજપના અનેક નેતાઓએ છેલ્લી ઘડી સુધી મનાવવાના મરણિયા પ્રયાસો કર્યા હતા. પરંતુ ભાજપના નેતાઓ માવજીભાઈને માનવી ન શક્યા અને છેવટે બેટનું નિશાન લઈને ચૂંટણીમાં ઉતરેલા માવજી પટેલે હાથમાં બેટ લઈને ફાટકાબાજીની એક્શન કરતા કહ્યું કે, ચોધરી સમાજ સહિત અન્ય સમાજો પણ મારી સાથે છે એટલે આ વખતે આ ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે. વાવ વિધાનસભામાં 3 લાખ 10 હજાર જેટલા મતદારો વાવ વિધાનસભાના રાજકીય ગણિતની વાત કરીએ તો વાવ બેઠક છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાસે છે, ત્યાં પૂવ ધારાસભ્ય અને હાલના કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરનું દબદબો છે. જો કે, વાવ વિધાનસભા ઉપર ચૂંટણીમાં જાતિગત સમીકરણો વધુ કામ કરે છે. વાવ વિધાનસભામાં 3 લાખ 10 હજાર જેટલા મતદારો છે જેમાં સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મત છે. ચૌધરી સમાજના 49,860 મત છે, તો અનુસૂચિત જાતિના 42,850 મત, રબારી સમાજના 25,192 મત, બ્રાહ્મણ સમાજના 18,670 મત, રાજપૂત સમાજના 18,251 મત, પ્રજાપતિ સમાજના 12,607 મત અને મુસ્લિમ સમાજના 7,980 મત અને અન્ય સમાજના 13,138 મતો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ આ મતદારો વાવા વિધાનસભા સીટ પર મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી ભાજપના ઠાકોર ઉમેદવાર, કોંગ્રેસના રાજપૂત ઉમેદવાર અને ચોધરી સમાજના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પોતાના સમાજોના મતો સિવાય અન્ય સમાજના મતો મેળવવા એડીચોટીનું જોર લગાવશે. જો કે, ભાજપ-કોંગ્રેસ કે પછી અપક્ષ ગમે તેટલું જોર લગાવે પરંતુ આખરી નિર્ણય તો વાવના 3 લાખ 10 હજાર જેટલા મતદારો જ કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની મતદાતાઓ પાઘડીની લાજ રાખે છે કે પછી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વટ રાખે છે કે પછી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ જીતની ઘુઆધાર બેટિંગ કરે છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો 1. ગુલાબસિંહ પીરાજી રાજપૂત - કોંગ્રેસ - પંજો 2. સ્વરૂપજી સરદારજી ઠાકોર - ભાજપ - કમળ 3. ચેતનકુમાર કેશવલાલ ઓઝા - ભારતીય જન પરિષદ - ટ્રમ્પેટ 4. માવજીભાઈ ચતરાભાઈ પટેલ -અપક્ષ - બેટ નિશાન 5. જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ - હીરો - નિશાન 6. મનોજભાઈ રાણાભાઈ પરમાર - ગન્ના કિસાન - નિશાન 7. નિરૂપાબેન નટવરલાલ માધુ -ડોલ -નિશાન 8. મંજુબેન વાઘજી રાઠોડ - ઘડો -નિશાન 9. લક્ષ્મીબેન સુરેશજી ઠાકોર - સિલઈ મશીન -નિશાન 10. વિક્રમભાઈ નાગજીભાઈ હરિજન - સફરજ - નિશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ઝંપલવતા ત્રિપાંખીયો જંગ ખેલાશે. કોંગ્રેસના કબજામાં રહેલ વાવની સીટ જીતવા માટે ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ એડીચોટીનું જોર લગાવશે. જો કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણી રસાકસીભરી બનતા સમગ્ર ગુજરાતની નજર વાવની પેટાચૂંટણી ઉપર મંડાઈ છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વાવ વિધાનસભાની સીટ ભાજપ-કોંગ્રેસના ફાળે જાય છે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ બાજી મારે છે.
અંતિમ દિવસે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચયા
વાવ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સહિત અપક્ષ મળી 15 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 5 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચયા હતા. હવે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં છે.
પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો વચ્ચે જંગ
5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે વાવ વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિત 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત તેમજ અપક્ષ માવજી પટેલ વચ્ચે ત્રીપાંખીયો જંગ જામશે. જેને લઈને વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.
આ ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે: માવજી પટેલ
જો કે, ચૌધરી સમાજના આગેવાન અને ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલને ભાજપના અનેક નેતાઓએ છેલ્લી ઘડી સુધી મનાવવાના મરણિયા પ્રયાસો કર્યા હતા. પરંતુ ભાજપના નેતાઓ માવજીભાઈને માનવી ન શક્યા અને છેવટે બેટનું નિશાન લઈને ચૂંટણીમાં ઉતરેલા માવજી પટેલે હાથમાં બેટ લઈને ફાટકાબાજીની એક્શન કરતા કહ્યું કે, ચોધરી સમાજ સહિત અન્ય સમાજો પણ મારી સાથે છે એટલે આ વખતે આ ચૂંટણીમાં મારી જીત નિશ્ચિત છે.
વાવ વિધાનસભામાં 3 લાખ 10 હજાર જેટલા મતદારો
વાવ વિધાનસભાના રાજકીય ગણિતની વાત કરીએ તો વાવ બેઠક છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાસે છે, ત્યાં પૂવ ધારાસભ્ય અને હાલના કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરનું દબદબો છે. જો કે, વાવ વિધાનસભા ઉપર ચૂંટણીમાં જાતિગત સમીકરણો વધુ કામ કરે છે. વાવ વિધાનસભામાં 3 લાખ 10 હજાર જેટલા મતદારો છે જેમાં સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મત છે. ચૌધરી સમાજના 49,860 મત છે, તો અનુસૂચિત જાતિના 42,850 મત, રબારી સમાજના 25,192 મત, બ્રાહ્મણ સમાજના 18,670 મત, રાજપૂત સમાજના 18,251 મત, પ્રજાપતિ સમાજના 12,607 મત અને મુસ્લિમ સમાજના 7,980 મત અને અન્ય સમાજના 13,138 મતો છે.
ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ
આ મતદારો વાવા વિધાનસભા સીટ પર મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી ભાજપના ઠાકોર ઉમેદવાર, કોંગ્રેસના રાજપૂત ઉમેદવાર અને ચોધરી સમાજના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પોતાના સમાજોના મતો સિવાય અન્ય સમાજના મતો મેળવવા એડીચોટીનું જોર લગાવશે. જો કે, ભાજપ-કોંગ્રેસ કે પછી અપક્ષ ગમે તેટલું જોર લગાવે પરંતુ આખરી નિર્ણય તો વાવના 3 લાખ 10 હજાર જેટલા મતદારો જ કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની મતદાતાઓ પાઘડીની લાજ રાખે છે કે પછી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વટ રાખે છે કે પછી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ જીતની ઘુઆધાર બેટિંગ કરે છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો
1. ગુલાબસિંહ પીરાજી રાજપૂત - કોંગ્રેસ - પંજો
2. સ્વરૂપજી સરદારજી ઠાકોર - ભાજપ - કમળ
3. ચેતનકુમાર કેશવલાલ ઓઝા - ભારતીય જન પરિષદ - ટ્રમ્પેટ
4. માવજીભાઈ ચતરાભાઈ પટેલ -અપક્ષ - બેટ નિશાન
5. જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ - હીરો - નિશાન
6. મનોજભાઈ રાણાભાઈ પરમાર - ગન્ના કિસાન - નિશાન
7. નિરૂપાબેન નટવરલાલ માધુ -ડોલ -નિશાન
8. મંજુબેન વાઘજી રાઠોડ - ઘડો -નિશાન
9. લક્ષ્મીબેન સુરેશજી ઠાકોર - સિલઈ મશીન -નિશાન
10. વિક્રમભાઈ નાગજીભાઈ હરિજન - સફરજ - નિશાન