Vav બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું, જાણો
બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ભાજપે ભવ્ય જીત મેળવી છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો અને મતદારોનો હૃદય પૂર્વક આભાર માનું છું. કોંગ્રેસને ખૂબ વોટ મળ્યા છે પણ ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીની અંદર જનતા સર્વોપરી છે અને અમે લોકચુકાદો માથા ઉપર ચડાવીએ છીએ.ભાજપના ઉમેદવારોએ જે પણ વાયદા આપ્યા છે, તે વાયદા પૂર્ણ કરે એવી આશા: ગેનીબેન ઠાકોર આ સાથે જ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં અમારી જે કંઈ નાની મોટી કચાસ રહી ગઈ છે એ કદાચ દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને ભાજપના ઉમેદવારોએ જે પણ વાયદા આપ્યા છે, તે વાયદા પૂર્ણ કરે એવી આશા રાખું છું. અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનારા સમયમાં તેનો પૂરો અભ્યાસ કરીને જે પણ ક્ષતિઓ રહી ગઈ છે, તે આવનારા સમયમાં ના રહે એવી દિશામાં પ્રયત્ન કરીશું. વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર: ગેનીબેન ઠાકોર અમારી ગણતરી જે અપક્ષ ઉમેદવાર 30,000થી ઉપર મત લઈ જાય તે પ્રકારની ધારણા હતી, તે ક્યાંકને ક્યાંક છેલ્લે જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર, ચૌધરી અને જે મેજર સમાજો છે તે ક્યાંકને ક્યાંક અમારી ધારણાથી વધારે મત ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે અમારી ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ છે, તે ભવિષ્યમાં સુધારવાનો પ્રયત્ન કરીશું. આ સાથે જ તેમને ફરી એક વખત કહ્યું કે હું વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનું છું. તમામ નેતાઓએ સ્વરૂપજી ઠાકોરને આપ્યા અભિનંદન તમને જણાવી દઈએ કે વાવ બેઠક પર ભાજપની જીત સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપની કૂલ સીટમાં પણ વધારો નોંધાયો છે અને આ સાથે જ આંકડો 162 પર પહોંચ્યો છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો અને આખરે તેમાં ભાજપ બાજી મારી છે અને જીત મેળવી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહ મંત્રી અને અન્ય નેતાઓ સ્વરૂપજી ઠાકોરની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને મતદારોનો આભાર માન્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ભાજપે ભવ્ય જીત મેળવી છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો અને મતદારોનો હૃદય પૂર્વક આભાર માનું છું. કોંગ્રેસને ખૂબ વોટ મળ્યા છે પણ ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે, લોકશાહીની અંદર જનતા સર્વોપરી છે અને અમે લોકચુકાદો માથા ઉપર ચડાવીએ છીએ.
ભાજપના ઉમેદવારોએ જે પણ વાયદા આપ્યા છે, તે વાયદા પૂર્ણ કરે એવી આશા: ગેનીબેન ઠાકોર
આ સાથે જ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં અમારી જે કંઈ નાની મોટી કચાસ રહી ગઈ છે એ કદાચ દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને ભાજપના ઉમેદવારોએ જે પણ વાયદા આપ્યા છે, તે વાયદા પૂર્ણ કરે એવી આશા રાખું છું. અમે થોડા મત માટે રહી ગયા છીએ, પરંતુ આવનારા સમયમાં તેનો પૂરો અભ્યાસ કરીને જે પણ ક્ષતિઓ રહી ગઈ છે, તે આવનારા સમયમાં ના રહે એવી દિશામાં પ્રયત્ન કરીશું.
વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર: ગેનીબેન ઠાકોર
અમારી ગણતરી જે અપક્ષ ઉમેદવાર 30,000થી ઉપર મત લઈ જાય તે પ્રકારની ધારણા હતી, તે ક્યાંકને ક્યાંક છેલ્લે જાતિવાદી મતદાન અને જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર, ચૌધરી અને જે મેજર સમાજો છે તે ક્યાંકને ક્યાંક અમારી ધારણાથી વધારે મત ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે અમારી ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ છે, તે ભવિષ્યમાં સુધારવાનો પ્રયત્ન કરીશું. આ સાથે જ તેમને ફરી એક વખત કહ્યું કે હું વાવ વિધાનસભાના મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનું છું.
તમામ નેતાઓએ સ્વરૂપજી ઠાકોરને આપ્યા અભિનંદન
તમને જણાવી દઈએ કે વાવ બેઠક પર ભાજપની જીત સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપની કૂલ સીટમાં પણ વધારો નોંધાયો છે અને આ સાથે જ આંકડો 162 પર પહોંચ્યો છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો અને આખરે તેમાં ભાજપ બાજી મારી છે અને જીત મેળવી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહ મંત્રી અને અન્ય નેતાઓ સ્વરૂપજી ઠાકોરની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને મતદારોનો આભાર માન્યો છે.