Vapi: જૂના ફાટક પાસેથી લાખોના ગાંજા સાથે એકની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાપી : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ ઓડિસાથી દાદરા-નગર હવેલીના સેલવાસ તરફ ગેરકાયદે લઈ જવાતો 42.180 કિલોગ્રામ ગાંજો (અંદાજિત કિંમત રૂ. 21.09 લાખ) જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો હતો.
જિલ્લા એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપી તાલુકાના ગીતાનગર પોલીસ ચોકી સામે જૂના ફાટક તરફ જતા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સંજય ઉર્ફે સંજય મારવાડી (ઉં.વ. 26) નામના શખ્સને શંકાને આધારે અટકાયતમાં લઈ તપાસ થતાં તેની પાસેથી 42.180 કિલો ગાંજો, એક મોબાઇલ ફોન, રૂ. 3,300 રોકડા તેમજ પાંચ થેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 21.22 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ માદક પદાર્થોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો રહ્યો છે અને તેના વિરુદ્ધ વર્ષ 2025માં ભીલાડ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર. સુસલાદે અને એસઓજીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય કોને કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

