Vapi: ભારે વરસાદથી દમણ પાતલિયા ચેક પોસ્ટનો માર્ગ બંને બાજુથી ધોવાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દમણમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે માર્ગ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચી છે. દમણના પાતલિયા ચેક પોસ્ટ નજીકનો મુખ્ય માર્ગ બંને બાજુથી ભારે ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બાજુની જમીન વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ જતાં માર્ગનો મોટો ભાગ નબળો પડી ગયો છે.
પાતલિયા ચેક પોસ્ટનો આ માર્ગ મહત્વનો ગણાય છે. જો કે, આ માર્ગને નુકસાન થતાં સ્થાનિકો, કર્મચારીઓ તેમજ વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે માર્ગની બંને બાજુ ભારે ધોવાણ થયું છે. જો આગામી દિવસોમાં ફ્રી ભારે વરસાદ પડે તો માર્ગને વધુ નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હાલ સમારકામ હાથ ધરાયુ છે. ત્યાં સુધી વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અને જરૂરી હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

