Valsadની પાર અને કોલક નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો

ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર કોલક નદી પાસે કોઝવે પાણીમાં ગરકાવ 20થી વધુ ગામને જોડતા બંને બ્રિજ પાણીમાં ગરકાવ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાર અને કોલક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે,પારડી તાલુકાના કોલક નદી પરના બંને મુખ્ય રસ્તાઓને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.અરનાલાથી પાટીને જોડતો મુખ્ય માર્ગ બંધ,ગોઈંમાંથી સુખાલાને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો છે. નદીમાં પાણીની આવક પારડી, કપરાડા, સેલવાસમાં વરસાદ થતા કપરાડા તાલુકાના 20થી વધુ ગામોને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો છે,સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ગ્રામજનોને હાલાકી પડી રહી છે,મહત્વનું છે કે,નદીની વચ્ચે બ્રિજ નહી હોવાથી દર વરસાદમાં આજ પરિસ્થિતિનું સર્જન થાય છે તેવો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામા આવ્યો છે.હવે નદીમાં પાણી ભરાતા આસપાસના સ્થાનિકોને 15થી 20 કિમી ફરીને જવાનો વારો આવતા ગ્રામજનોમાં રોશ જોવા મળ્યો છે. ઔરંગા નદીમાં પણ પાણીની આવક વલસાડ જિલ્લામાં પાણી પુરૂ પાડતી ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,ફાયર વિભાગની એક ટીમ નીચાણવાળા વિસ્તારોમાં સ્ટેન્ડબાય રખાઈ છે જેના કારણે કોઈ નદી પટમાં જાય નહી,વાપીમાં ગઈકાલે સવારે 5 ઈંચ વરસાદ નોંધાયો હતો,બીજી તરફ પોલીસનો પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જેના કારણે લોકો નદી ક્રોસ કરીને અન્ય જગ્યાએ ના જાય. વલસાડમાં રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી મૂજબ વલસાડમાં ભારે વરસાદ નોંધાતા નદીઓ બે કાંઠે વહી રહી છે,હવામાન વિભાગે આગાહી આપી છે કે,વલસાડમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે,ગઈકાલે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,બીજી તરફ આજે સવારથી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.  

Valsadની પાર અને કોલક નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર
  • કોલક નદી પાસે કોઝવે પાણીમાં ગરકાવ
  • 20થી વધુ ગામને જોડતા બંને બ્રિજ પાણીમાં ગરકાવ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાર અને કોલક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે,પારડી તાલુકાના કોલક નદી પરના બંને મુખ્ય રસ્તાઓને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.અરનાલાથી પાટીને જોડતો મુખ્ય માર્ગ બંધ,ગોઈંમાંથી સુખાલાને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો છે.

નદીમાં પાણીની આવક

પારડી, કપરાડા, સેલવાસમાં વરસાદ થતા કપરાડા તાલુકાના 20થી વધુ ગામોને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા આસપાસના ગામોનો સંપર્ક કપાયો છે,સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ગ્રામજનોને હાલાકી પડી રહી છે,મહત્વનું છે કે,નદીની વચ્ચે બ્રિજ નહી હોવાથી દર વરસાદમાં આજ પરિસ્થિતિનું સર્જન થાય છે તેવો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામા આવ્યો છે.હવે નદીમાં પાણી ભરાતા આસપાસના સ્થાનિકોને 15થી 20 કિમી ફરીને જવાનો વારો આવતા ગ્રામજનોમાં રોશ જોવા મળ્યો છે.


ઔરંગા નદીમાં પણ પાણીની આવક

વલસાડ જિલ્લામાં પાણી પુરૂ પાડતી ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,ફાયર વિભાગની એક ટીમ નીચાણવાળા વિસ્તારોમાં સ્ટેન્ડબાય રખાઈ છે જેના કારણે કોઈ નદી પટમાં જાય નહી,વાપીમાં ગઈકાલે સવારે 5 ઈંચ વરસાદ નોંધાયો હતો,બીજી તરફ પોલીસનો પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જેના કારણે લોકો નદી ક્રોસ કરીને અન્ય જગ્યાએ ના જાય.

વલસાડમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મૂજબ વલસાડમાં ભારે વરસાદ નોંધાતા નદીઓ બે કાંઠે વહી રહી છે,હવામાન વિભાગે આગાહી આપી છે કે,વલસાડમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે,ગઈકાલે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,બીજી તરફ આજે સવારથી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.