Valsadના અતુલ પાર નદી પાસે સ્કોર્પિયોમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ

Aug 5, 2026 - 17:30
Valsadના અતુલ પાર નદી પાસે સ્કોર્પિયોમાં ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના અતુલ પાર નદી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક ચાલતી સ્કૉર્પિઓ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને ગાડીમાંથી આગના ગોળા નીકળવા લાગ્યા હતા, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ

આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને સમયસૂચકતા વાપરવાને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલકે સમયસર બહાર નીકળી જવાથી મોટો જાનમાલનો નુકસાન અટકી ગયો હતો. જોકે, કારમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.

હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી

અમદાવાદ-મુંબઈ હાઇવે પર બનેલી આ ઘટનાને કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિકજામ થયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવીને હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad News : વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, વરસાદ બાદ અભ્યાસ પૂર્ણ કરવા રવિવારે પણ શાળા શરૂ રાખવાની સૂચના


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0